રાજ્યની આ વિધાનસભા સીટ પર છે મહિલાઓનો દબદબો, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું છે પ્રભુત્વ


  • Published By :
  • Published Date : 2022-11-29 12:07:55

ગુજરાત ચૂંટણીને લઈ રાજકીય પંડિતો જાતિ  સમીકરણોનું ઘણું વિષ્લેષણ કરે છે પરંતુ મહિલાઓની સંખ્યા અને તેમના મતો અંગે કોઈ ખાસ ગંભીર ચર્ચા સાંભળવા મળતી નથી. આપણા સમાજ સામાન્ય રીતે મહિલાઓ વિશે એવી માન્યતા છે કે દેશમાં મહિલાઓ તેમના પરિવારના વડીલના આદેશ પ્રમાણે મતદાન કરતી હોય છે. જો કે હવે હવે તેવું રહ્યું નથી મહિલાઓ પણ મતદાનને લઈ સ્વતંત્ર નિર્ણય લેતી થઈ છે.


મહિલાઓની બહુમતીવાળી સીટ


ગુજરાતની એક વિધાનસભાની સીટ એવી છે જ્યાં મહિલાઓની બહુમતી છે. જેમ કે નવસારી જીલ્લામાં આવેલા ચાર તાલુકા નવસારી જલાલપોર વાંસદા અને ગણદેવી તાલુકામાંથી વાંસદા તાલુકો એવો છે જેમાં હાલમાં જે વિધાનસભાની ચુંટણી માટે મતદારોની ગણતરી કરવામાં આવી હતી તેમાં પુરુષ અને મહિલા મતદારો માંથી મહિલા મતદારોની સંખ્યા પુરુષો કરતા અંદાજીત 5 હજાર વધુ નોંધાઈ છે. વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99  લાખ મતદારો નોંધાયા છે જેમાં પુરુષ કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ નોંધાઈ છે. આદિવાસી વિસ્તારોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ હોવાનું એ આદિવાસી સમાજ પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવે છે.


વાસદામાં કેટલી મહિલા મતદારો


વાંસદા તાલુકામાં સ્ત્રીઓનું મહત્વ અને દેખરેખ અને તેમના કલ્યાણ માટેના કર્યો થતા હોવાની વાત સામેં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ સમગ્ર નવસારી જિલ્લામાં 10, 78, 260 મતદારો નોંધાયા છે. જેમાં જલાલપુર તાલુકામાં 2.36 લાખ, નવસારી તાલુકામા 2.49 લાખ, ગણદેવી તાલુકામાં 2.92 લાખ, અને વાંસદા તાલુકામાં સૌથી વધુ 2.99 લાખ મતદારો નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકાની વાત કરવામાં આવે તો નવસારી જીલ્લાના વાંસદા તાલુકામાં 1,47,146 પુરૂસોની સામે 1,52,399 મહિલા મતદારો છે. જ્યાં સ્પષ્ટ થઇ રહ્યું છે કે પાંચ હાજર થી વધુ મહિલા મતદાર વાંસદા તાલુકામાં નોંધાયા છે. જે આદિવાસી વિસ્તાર અને ST બેઠક માટે નિર્ણાયક મતદારો સાબિત થશે.


કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના પિયુષ પટેલ 


વાંસદા વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ 19 હજારની લીડથી જીત્યા હતા. હવે જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં અનંત પટેલ સામે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, સરકારી વહીવટી અધિકારી અને યુવા પિયુષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાવ ખેલ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?