વિધાનસભાની પ્રથમ તબક્કામાં 21 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસો, 13% પર ગંભીર આરોપો


  • Published By :
  • Published Date : 2022-11-24 20:36:07

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 788માંથી કુલ 167 ઉમેદવારો સામે ફોજદારી કેસો છે, જેમાંથી 100 સામે હત્યા અને બળાત્કાર જેવા ગંભીર આરોપો છે, એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ ગુરુવારે જણાવ્યું હતું. આ સાથે જ મેદાનમાં ઉતરેલા 21 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ છે, જ્યારે 13 ટકા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


AAPના 36 ટકા ઉમેદવારો કલંકિત


આમ આદમી પાર્ટી (AAP) કે જે કુલ 89માંથી 88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે તેના 36 ટકા ઉમેદવારો પર ફોજદારી કેસ છે. તેના ત્રીસ ટકા ઉમેદવારો સામે હત્યા, બળાત્કાર, હુમલો, અપહરણ જેવા ગંભીર કેસોનો સામનો કરવો પડી રહ્યો છે, એમ ADRએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું. AAPના ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 32 છે.


કોંગ્રેસના 31 ઉમેદવારો 


ADRના રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસે  ફોજદારી કેસ ધરાવતા તેના 35 ટકા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આવા 20 ટકા ઉમેદવારો ગંભીર કેસોનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પ્રથમ તબક્કામાં તમામ 89 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેના દ્વારા ફોજદારી કેસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 31 છે.


ભાજપના 14 ઉમેદવારોનો રેકોર્ડ ગુનાહિત


સત્તાધારી ભાજપ પ્રથમ તબક્કામાં તમામ બેઠકો પર પણ ચૂંટણી લડી રહી છે, ભાજપે ગુનાહિત રેકોર્ડ ધરાવતા 14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ટકાવારીની રીતે, આવા ઉમેદવારો તેની કુલ સંખ્યાના 16 ટકા છે અને 12 ટકા ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


BTPના 4 ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ


ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ પ્રથમ તબક્કામાં 14 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, તેના ચાર ઉમેદવારો (29 ટકા) છે જેની સામે ફોજદારી કેસ જાહેર થયા છે. તેના કુલ સાત ટકા ઉમેદવારો પર આ વખતે ગંભીર ગુનાહિત કેસ છે.


2017ની ચૂંટણીમાં 15 ટકા ઉમેદવારો કલંકિત


2017ની વિધાનસભાની ચૂંટણીમાં, પ્રથમ તબક્કામાં ચૂંટણી લડનારા 15 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો હતા, જ્યારે આઠ ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાહિત કેસ હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં, કોંગ્રેસ, ભાજપ અને BTPએ પ્રથમ તબક્કામાં અનુક્રમે 36, 25 અને 67 ટકા ઉમેદવારોને ફોજદારી કેસ સાથે મેદાનમાં ઉતાર્યા હતા.


100 ઉમેદવારો પર ગંભીર ગુનાના કેસ


પ્રથમ તબક્કાના 167 ઉમેદવારોમાંથી 100 ઉમેદવારોએ ચૂંટણી પંચને સુપરત કરેલા સોગંદનામામાં તેમની સામે ગંભીર કેસ જાહેર કર્યા છે. જેમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના નવ કેસ, હત્યાના ત્રણ કેસ અને હત્યાના પ્રયાસના 12 કેસનો સમાવેશ થાય છે. 2017 માં, પ્રથમ તબક્કામાં આવા 78 ઉમેદવારો મેદાનમાં હતા.


આમની સામે છે ગંભીર ફોજદારી કેસ


ગંભીર ફોજદારી કેસ ધરાવતા કેટલાક ઉમેદવારોમાં જનક તલાવિયા (ભાજપ), વસંત પટેલ (કોંગ્રેસ), અમરદાસ દેસાણી (અપક્ષ)નો સમાવેશ થાય છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા અન્ય ઉમેદવારોમાં ભાજપના પરશોત્તમ સોલંકી, કોંગ્રેસના ગનીબેન ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા અને AAPના અલ્પેશ કથેરિયાનો સમાવેશ થાય છે.


25 બેઠકો અતિસંવેદનશીલ


ADRએ પણ પ્રથમ તબક્કામાં કુલ 89 મતવિસ્તારોમાંથી 25 બેઠકોને "રેડ એલર્ટ" સીટો તરીકે ટેગ કરી છે અથવા જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ ફોજદારી કેસ જાહેર કર્યા છે.






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?