Gujarat Assembly By election : Loksabha Election 2024ના પરિણામો કરતા પેટાચૂંટણીના પરિણામોમાં અમુક નેતાઓને શા માટે છે વધારે રસ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-25 14:14:12

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે, અને દેશભરમાં 5 તબક્કાનું મતદાન પુરુ થઈ ચૂક્યુ છે અને આજે છઠ્ઠા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલી તારીખે પૂર્ણ થઈ જશે. 4 મેના રોજ ઈવીએમ ખુલશે, મતગણતરી થશે અને કોણ ક્યાંથી જીત્યું તેની ખરબ પડશે. લોકસભાની ચૂંટણી સાથે સાથે પેટા ચૂંટણીનું પરિણામ પણ આવવાનું છે. પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.. આ પેટા ચૂંટણીના પરિણામ પર ભાજપના નેતાઓને વધારે રસ છે કારણે કે આ પરિણામો ગુજરાત સરકારના મંત્રી મંડળના વિસ્તરણનું ભાવી નક્કી કરી શકે છે.. 

ચોથી જૂને આવશે પેટા ચૂંટણીનું પરિણામ 

2022માં વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ગમતા ઉમેદવારને જીતાડ્યા. પરંતુ અચાનક એક બાદ એક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું. ધારાસભ્યોએ પદ ઉપરથી રાજીનામું આપતા પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ. ખંભાત, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને માણાવદર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. આ પેટા ચૂંટણીનું પરિણામ પણ 4 જૂનના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામની સાથે જ જાહેર થશે. આ પરિણામનો ગુજરાત ભાજપ અને આ ચૂંટણી લડતાં બે ઉમેદવારને ખાસ ઇંતેજાર છે. ઈંતેજારી એટલા માટે કારણ કે પરિણામ આવ્યા બાદ તેમને ગુજરાત સરકારનું મંત્રી પદ મળી શકે એમ છે. ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે વાઘોડિયા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વિજાપુરથી સીજે ચાવડા અને પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરા, માણાવદરથી હરિભાઇ કણસાગરા, ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઇ ગોહિલને પેટાચૂંટણીના જંગમાં ઉતાર્યા છે.....



ભાજપે ગુજરાતમાં જીતી રેકોર્ડ બ્રેક સીટ

 વિઘાનસભા બેઠકની તમામ 5 બેઠકો જીતવા માટે પણ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ કમર કસી છે. 182 સભ્યો વાળી ગુજરાત વિધાનસભાની 2022માં ચૂંટણી યોજાઈ હતી. તે સમયે ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવતા 156 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારે કૉંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5, અપક્ષના 3 અને સમાજવાદી પાર્ટીની 1 બેઠક પર જીત મળી હતી. ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ ભાજપના 156, કૉંગ્રેસ 13, આમ આદમી પાર્ટી 4, અપક્ષ 2 અને સપાના 1 ધારાસભ્ય છે.... 


આ બે નેતાઓને મંત્રી પદનું વચન આપ્યું હોવાની ચર્ચા!

ગુજરાતમાં થોડા સમય પહેલા પક્ષ પલટાની મૌસમ આવી હતી.. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા... પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા નેતાઓને કારણે ભાજપમાં આંતરિક વિવાદ શરૂ થઈ ગયો. હવે ખરી લડાઈ કોંગ્રેસમાં નહીં પણ ભાજપમાં લડાવાની છે. આગામી દિવસોમાં સૌથી ખરાબ સ્થિતિ ભાજપમાં હશે... ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે નેતા અર્જુન  મોઢવાડિયા અને સી. જે. ચાવડાને ભાજપે મંત્રી પદનું વચન આપ્યાની ચર્ચા ગુજરાતના રાજકારણમાં અને નિષ્ણાંતોમાં છે.. આથી જો આ બંને ઉમેદવારો જીતે તો તેમને મંત્રી બનવાની ઉતાવળ હોય તે સમજી શકાય તેમ છે... 



લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભાની પેટા ચૂંટણીમાં રસ 

અર્જુન  મોઢવાડિયા પોરબંદરથી અને સી. જે. ચાવડા વિજાપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા છે....આથી આ બંને નેતાને લોકસભાના પરિણામ કરતાં વિધાનસભાના પરિણામમાં વધુ રસ હોય તે સમજી શકાય છે. આવી જ રીતે ભાજપના અન્ય ધારાસભ્યો અને કાર્યકરોને પણ આ પરિણામનો વધુ ઇંતેજાર એટલા માટે છે કે મોઢવાડિયા અને ચાવડાને જો મંત્રી બનાવે તો મંત્રી મંડળનું વિસ્તરણ કરવું પડે અથવા તો હાલના કોઈ મંત્રીને પડતા મૂકવા પડે. અને જો વિસ્તરણ થાય તો અન્ય ધારાસભ્યોને પણ મંત્રી પદની લોટરી લાગી શકે છે. આથી ધારાસભ્યો અને તેમના સમર્થકો ચૂંટણીના પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, કે ક્યારે પરિણામ આવે અને ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય.


મંત્રીમંડળમાં હજી સુધી નથી કરવામાં આવ્યા મોટા ફેરફાર 

એક ચર્ચા એવી પણ છે કે ગુજરાતમાં 2022માં જ્યારે ચૂંટણી થઈ તેના પછી ખૂબ જ મર્યાદિત સંખ્યાનું મંત્રીમંડળ રાખવામાં આવ્યું છે. અને પછી ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા હતી. જો કે હજી સુધી તો મંત્રીમંડળમાં ખાસ ફેરફાર થયા નથી.. ત્યારે જોવાનું એ રહ્યું કે 2022માં મંત્રી પદની ગાડી ચૂકી ગયેલા કયા ધારાસભ્યો આ વખતે નસીબદાર પૂરવાર થાય છે... 


ક્યાં કેટલું થયું હતું મતદાન? 

સૌથી ચોંકાવનારો આંકડો વાઘોડિયા વિધાનસભાનો સામે આવ્યો છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીનું સરેરાશ મતદાન 62.48 ટકા જેટલુ નોંધાયુ છે. આમાં સૌથી વધુ વાઘોડીયા બેઠક પર 70.20 ટકા મતદાન નોંધાયુ છે. આ ઉપરાંત અન્ય બેઠકોની વાત કરીએ તો વિજાપુર વિધાનસભા બેઠક પર 64.04 ટકા મતદાન થયું, ખંભાત વિધાનસભા બેઠક પર 66.28 ટકા મતદાન થયુ, પોરબંદર વિધાનસભા બેઠક પર 57.99 ટકા મતદાન થયુ અને માણાવદર વિધાનસભા બેઠક પર 53.93 ટકા મતદાન નોંધાયુ હતુ. ..હવે તમે પણ કોમેન્ટ કરો કે તમને શું લાગે છે પેટાચૂંટણીમાં કોણ બાજી મારશે.?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?