રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલા લાંચિયા અધિકારીઓ આવ્યા ACBના સકંજામાં, કેટલા થયા ફરાર? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-24 14:35:25

રાજયના લગભગ તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો છે. સરકારી ઓફિસોમાં લાંચ આપ્યા વિના સામાન્ય માણસનું કોઈ કામ થતું નથી. ACBના તમામ પ્રયત્નો છતાં રાજ્યમાં ભ્રષ્ટાચાર ફુલ્યો ફાલ્યો છે. રાજ્ય સરકારે આજે વિધાનસભામાં આવેલી જાણકારી દ્વારા પણ આ સત્ય સામે આવ્યું છે. 


ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો સવાલ


રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળમાં ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે સરકારને ભ્રષ્ટ અધિકારીઓ સામે કરાયેલી કાર્યવાહી અંગે સવાલ પુછ્યો હતો. તેમણે પ્રશ્ન પુછ્યો કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યની એસીબી દ્વારા વર્ગ 1,2,3ના અધિકારીઓ સામે કેલા ગુના નોધવામાં આવ્યા હતા. ગુના આધારે આરોપીઓની કુલ સંખ્યા કેટલી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ACB દ્વારા કેટલાં ગુનેગારો હજુ પકડાયા નથી તે અંગે પણ પેટા પ્રશ્ન કર્યો હતો.


સરકારે આપ્યો આ જવાબ


ધારાસભ્ય ચિરાગ પટેલના પ્રશ્નનો જવાબ આપતાં રાજ્ય સરકારે સરકારી કચેરીમાં ફરજ બજાવતા વર્ષ 1 થી માંડિને વર્ષ 4 સુધીના કર્મચારી અને અધિકારીઓ સામે લાંચ રુશ્વત વિભાગની કામગીરી અંગેની જાણકારી આપી હતી.સરકારે જણાવ્યુ હતું કે, વર્ષ 2021માં 173 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 287 આરોપી સામે ગુનો નોધવામાં આવ્યો હતો. વર્ષ 2022માં 176 ગુનાઓ નોધવામાં આવ્યા જેમાં કુલ 254 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. બે વર્ષમાં ACB દ્વારા 31 આરોપીઓને પકડવાના બાકી છે. ACB દ્વારા બે વર્ષમાં વર્ગ-1 ના 17 અને વર્ગ-2ના 58 વર્ગ-3ના 259 કર્મચારીઓ સામે ગુનો નોધવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ગ 4ના 14 અને 192 વચેટિયા સામે ગુનો નોધવામાં આવ્યો છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?