કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં પણ કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમદાવાદમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં વધતા કોરોના કેસોને લઈ એએમસી વિભાગ એક્ટિવ થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે.
ગુજરાતમાં સતત નોંધાઈ રહ્યા છે કોરોનાના કેસ
એક સમય હતો જ્યારે કોરોનાના નામથી લોકો ડરી જતા હતા. કોરોના વાયરસને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. વચ્ચેનો સમય હતો જ્યારે કોરોના જતો રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ કોરોના વાયરસે ફરી હાહાકાર મચાવવાનો શરૂ કર્યો છે. દેશમાં તેમજ રાજ્યમાં કોરોનાના કેસો ફરી એક વખત નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસનો આંકડો 30ને પાર પહોંચી ગયો છે. અમદાવાદમાં પણ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે ઉપરાંત ગાંધીનગરથી કોરોનાને લઈ સમાચાર આવ્યા છે.
આ જગ્યાઓ પર કરાઈ ટેસ્ટ માટેની વ્યવસ્થા
અમદાવાદમાં પણ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 35 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના 54 કેસ છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા એએમસી એક્ટિવ મોડમાં આવી ગયું છે. સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અસારવા સિવિલમાં પણ કોરોનાને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવી માહિતી પણ સામે આવી છે કે AMC સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને RTPCR ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે.
કેરળમાં નોંધાઈ રહ્યા છે સૌથી વધારે કોરોનાના કેસ
મહત્વનું છે કે એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેરળમાં તો સૌથી વધારે ખતરો છે તેવું હાલની પરિસ્થિતિ જોતા લાગે છે. એક્ટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મહત્વનું છે કે એક તરફ ક્રિસમસ વેકેશનને લઈ લોકો ફરવા નીકળ્યા છે તો આગામી સમયમાં કોરોના કેસમાં વધારે ઉછાળો જોવા મળી શકે છે.