છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. પાકને મોટા પાયે નુકસાન થયું છે. ખેડૂતોને સહાચ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. ત્યારે સહાય મુદ્દે એક મોટી અપડેટ સામે આવી છે. તેમણે કહ્યું કે, કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યું છે. સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા આ અંગે કોઇ નિર્ણય લેવાશે.
રાઘવજી પટેલે સહાય અંગે આપ્યું મોટું નિવેદન
ખેડૂતોની હાલત પ્રતિદિન કફોડી બની રહી છે. કોઈ વખત વરસાદ ન થવાને કારણે તો કોઈ વખત વધારે વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. કોઈ વખત ખેડૂતોને પાકના પોષણસમા ભાવ નથી મળતા તો કોઈ વખત કમોસમી વરસાદ ખેડૂતોને બેહાલ કરી નાખે છે. આગામી દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક જિલ્લાઓ માટે હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને પારાવાર મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક રવિવારે પલટો આવ્યો હતો. કમોસમી વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.
માવઠાને કારણે પાકને મોટા પાયે થાય છે નુકસાન
ખેડૂતોને સહાય મળી રહે તે માટે ભાજપના જ ધારાસભ્યએ પત્ર લખ્યો હતો. ત્યારે સર્વે અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. આ મામલે નિવેદન આપતા તેમણે કહ્યું કે કમોસમી વરસાદમાં થયેલા નુકશાન અંગેનો સર્વે અત્યારે ચાલી રહ્યો છે. માવઠાના સર્વેનું કામ જલ્દી પૂર્ણ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાશે. હાલમાં કેન્દ્ર સરકાર સહાયતા સુધારા અંગે કાર્ય કરી રહી છે, એસડીઆરએફના સહાયના ધોરણો નવી રીતે બદલવાની વાત ચાલી રહી છે. મહત્વનું છે કે વાતાવરણમાં આવતા પલટાની સીધી અસર પાક પર પડે છે. પાકને મોટા પાયે નુકસાન થાય છે. ત્યારે આ સર્વેની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી આશા અને ખેડૂતોને સહાય જલ્દી મળે તેવી આશા છે.