બ્રેકિંગ ન્યૂઝ! ગુજરાતના વહીવટીતંત્રમાં ભારેખમ ફેરફાર, રાજ્યના 109 જેટલા IAS અધિકારીઓની બદલી, જાણો કયા અધિકારીઓની બદલી અને બઢતી થઈ


  • Published By :
  • Published Date : 2023-03-31 19:45:32

ગુજરાતના વહીવટી તંત્રમાં ભારેખમ ફેરફાર કરવામાં આવી રહયા છે. આજે ગુજરાત રાજ્યના IAS 109 જેટલા અધિકારીઓની બદલી કરી નવા સ્થળોએ ફરજ સોંપવામાં આવી છે. ગુજરાતના વહીવટી તંત્રમાં ફેરફાર અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને આજે સરકારે સત્તાવાર મહોર લગાવી છે. રાજ્યમાં 109 જેટલા IAS અધિકારીઓની બદલી બાદ હજુ પણ હજુ વધુ બદલીઓ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. 


આ IAS અધિકારીઓને મળી નવી જવાબદારી


મુકેશ પુરી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા

મુકેશ પૂરી નર્મદા સરોવર વિભાગના એમડી તરીકે રહેશે કાર્યરત

વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની બદલી

ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર સંદીપ સાગલેની બદલી

સંદીપ સાગલે ઈન્ડસ્ટ્રી કમિશનર બન્યા

એ.કે.રાકેશ ACS કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇકમલ દયાણી વહીવટી વિભાગનો વધારાનો ચાર્જ સંભાળશે

એસ જે હૈદરને ઉદ્યોગો અને માઈંસ વિભાગના અધિક મુખ્ય સચિવ

અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા

અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે.

રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી

પ્રભોવ જોશી રાજકોટનાનવા કલેક્ટર બન્યા 

વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર

રાજકોટ PGVCLના નવા MD તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ






આ અધિકારીઓની થઈ બદલી


ગુજરાતમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. 109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે. જ્યારે એકે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મીના, મોહમ્મદ શાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા, બચ્છાનીધી પાની, હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓની પ્રમોશન આપવામાં આવ્યું છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?