આમ આદમી પાર્ટી પૈસાના જોરે ટિકિટ આપે છે: AAP નેતા સાકીર શેખ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-14 12:50:46

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોની ટિકિટો મેળવવા માટે નાના-મોટા નેતાઓ અને કાર્યકરો પડાપડી કરી રહ્યા છે. જો કોઈ ટિકિટવાચ્છુ કાર્યકરને ટિકિટ ન મળે ત્યારે આરોપ લગાવતા હોય છે.  આમ આદમી પાર્ટીમાં પણ અસંતોષ બહાર આવવા લાગ્યો છે. આપના એક નેતાએ પાર્ટી પર પૈસાના જોર પર વિધાનસભાની ટિકિટ આપવાનો આરોપ લગાવ્યો છે. 



AAP નેતા સાકીર શેખનો વીડિયો વાયરલ


આપના નેતા અને વેજલપુર વિધાનસભા બેઠકના દાવેદાર સાકીર શેખનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોના માધ્યમથી સાકિરે પાર્ટીની ટિકિટ વહેંચણી પર સવાલો કર્યા છે. તેમણે આમ આદમી પાર્ટીમાં પૈસાને જોરે ટિકિટો અપાતી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન જ આપની ટિકિટ વહેચણી પર સવાલો ઉભા થયા છે. સાકીર શેખે આમ આદમી પાર્ટીને આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું છે કે, વેજલપુર બેઠક પર ઉમેદવાર કલ્પેશ પટેલને પૈસાના જોરે  ટિકિટ આપવામા આવી હોવાનો આરોપ લગાવતા તે અંગે ફેરવિચારણા કરવાની વાત કહી છે. તેમણે સારા ઉમેદવારને ટિકિટ આપવા પર ભાર મુકતા કલ્પેશ પટેલને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે. જો કે આમ આદમી પાર્ટી ઉમેદવાર અંગે આખ આડા કાન કરી રહી છે. સાકિર શેખએ તેમના પદ પરથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી છે.


આમ આદમી પાર્ટીએ આરોપ ફગાવ્યો


આપના નેતા સાકીર શેખના સનસનીખેજ આરોપ અંગે જ્યારે આપ પ્રવક્તાને પુછવામાં આવ્યું  તો તેમણે પૈસાના જોર પર ટિકિટ આપવાના આરોપ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાર્ટીમાં તમામ  નેતાને વિધાનસભાની ટિકિટ આપવી શક્ય નથી. ટિકિટ ન મળે એટલે પાર્ટીની છબી ખરાબ કરવા આ પ્રકારના આરોપ લગાવવા તે દુર્ભાગ્યપૂર્ણ છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે. જો કે ક્યાંયથી પણ અસંતોષનો અવાજ સાંભળવા મળ્યો નથી. તેમણે આ પ્રકારના આરોપને પાયાવિહોણા ગણાવ્યા હતા.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.