રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીને કારણે રસ્તાઓ પર ગાઢ ધૂમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતમાં ઠંડીના ચમકારાનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. મંગળવારે નલિયાનું તાપામાન 10 ડિગ્રીથી નીચે ગગડી ગયું હતું તે ઉપરાંત અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી નીચે પહોંચી ગયું હતું,
મંગળવારે ક્યાં કેટલી પડી ઠંડી?
એવું લાગતું હતું કે આ વર્ષે સખત ઠંડી પડી શકે છે. ગુલાબી નહીં પરંતુ હાડ થીજવતી ઠંડી કોને કહેવાય તેનો અનુભવ ગુજરાતીઓને થશે. પરંતુ વાતાવરણમાં એવા ફેરફાર આવ્યા કે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો. પરંતુ ધીરે ધીરે ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ડિસેમ્બરના અંત સુધીમાં અનેક વિસ્તારોનું તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું છે. નલિયાનું તાપમાન સૌથી ઓછું નોંધાયું છે. નલિયા ઠંડોગાર પ્રદેશ સાબિત થાય છે. મંગળવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 15.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 14.2 ડિગ્રી, વડોદરાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે
તે ઉપરાંત વલસાડનું તાપમાન 17.8 ડિગ્રી, ભુજનું તાપમાન 14.6, નલિયાનું તાપમાન 09.0 ડિગ્રી નોંધાયું છે. દ્વારકાનું તાપમાન 17.6 ડિગ્રી જ્યારે પોરબંદરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 18.9 જ્યારે સુરેન્દ્રનગરનું તાપમાન 14.4 ડિગ્રીએ પહોંચ્યું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ એક દિવસ બાદ એક-બે ડિગ્રી વધી શકે છે. ઠંડીનો વધુ અનુભવ થઇ રહ્યો નથી, તે અંગે તેમણે જણાવ્યું કે, હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે મહત્તમ તાપમાન 25-26 આવી રહ્યું હતું