આજે વિશ્વ યોગ દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના રાજકીય પ્રવાસ પર છે. આજે તેમણે UN હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. ત્યાર બાદ UN હેડક્વાર્ટર પરીસરમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમુહમાં યોગાભ્યાસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીએ ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, ભુજંગાસન, પવન મુક્તાસન, શવાસન કર્યા હતા. વડાપ્રધાન યોગ કરવા માટે સામાન્ય લોકો વચ્ચે બેસી ગયા હતા. મોદીના બાજુમાં જાણીતો એક્ટર રિચર્ડ ગેરે પણ હતા. યોગથી મોદી અને તમામ લોકોએ ધ્યાન લગાવ્યું હતું. લોકો એક સાથે સમુહમાં ઓમ ઉચ્ચારણ કર્યું હતું.
PM મોદીએ કહ્યું- હું તમને જોઈને ખુશ છું
આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમને અહીં જોઈને મને આનંદ થયો. આવવા બદલ આપ સૌનો આભાર. મને કહેવામાં આવ્યું છે કે આજે લગભગ દરેક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા લોકો અહીં ઉપસ્થિત છે.
Delighted to take part in the #YogaDay programme at @UN HQ. Let us make Yoga a part of our lives and further wellness. https://t.co/XvsB8AYfGs
— Narendra Modi (@narendramodi) June 21, 2023
નવો વિશ્વ વિક્રમ સર્જાયો
Delighted to take part in the #YogaDay programme at @UN HQ. Let us make Yoga a part of our lives and further wellness. https://t.co/XvsB8AYfGs
— Narendra Modi (@narendramodi) June 21, 2023સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા યોગ કાર્યક્રમે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે આ કાર્યક્રમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. આ યોગ સેશનમાં મોટાભાગની રાષ્ટ્રીયતા (વિવિધ દેશો) ધરાવતા લોકો હાજર હતા. મતલબ કે લગભગ દરેક રાષ્ટ્રનો એક વ્યક્તિ અથવા પ્રતિનિધિ ઉપસ્થિત હતો.ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રીકે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અગાઉ 140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા હતી. પરંતુ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે પણ તે વિશ્વ વિક્રમ બની ગયો.