દેશમાં GSTનો અમલ થયો ત્યારથી નાના-મોટા વેપારીઓની મુશ્કેલીઓ વધી છે, જો કે આ GST સરકારને બંપર કમાણી કરાવી રહ્યો છે. આ વખતે પણ જીએસટી કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કેન્દ્રએ બમ્પર કમાણી કરી છે. ઓક્ટોબર મહિનામાં સરકારે ઈતિહાસમાં બીજી સૌથી વધુ કમાણી કરી છે. એપ્રિલ પછી ઓક્ટોબરમાં સૌથી વધુ GST કલેક્શન થયું છે. એપ્રિલમાં GST કલેક્શન રૂ. 1.87 લાખ કરોડ થયું હતું, જ્યારે ઓક્ટોબરમાં રૂ. 1.72 લાખ કરોડથી વધુની આવક થઈ હતી. ગયા વર્ષની સરખામણીમાં GST કલેક્શનમાં 13 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
કેટલી કમાણી થઈ?
ઓક્ટોબરમાં કુલ GST આવક 5.7 ટકા વધીને રૂ. 1,72,003 કરોડ થઈ છે જે સપ્ટેમ્બરમાં રૂ. 1,62,712 કરોડ હતી. રૂ. 1,72,003 કરોડના GST કલેક્શનમાંથી રૂ. 30,062 કરોડ CGST, રૂ. 38,171 કરોડ SGST, રૂ. 91,315 કરોડ IGST (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂ. 42,127 કરોડ સહિત) અને રૂ. 12,456 કરોડ સેસ (આયાત પર એકત્રિત રૂ. 1,294 કરોડ સહિત) છે.➡️ #GST revenue collection for October 2023 is second highest ever, next only to April 2023, at ₹1.72 lakh crore; records increase of 13% (Year-over-Year)
— PIB India (@PIB_India) November 1, 2023
➡️ Revenue from domestic transactions (including import of services) is also 13% higher Y-o-Y
➡️ Average gross monthly GST… pic.twitter.com/gOrnnWQ6wb
ઓક્ટોબરમાં આવક 13 ટકા વધી
સરકારે IGSTથી CGSTમાં રૂ. 42,873 કરોડ અને SGSTમાં રૂ. 36,614 કરોડનું સેટલમેન્ટ કર્યું છે. નિયમિત સેટલમેન્ટ પછી ઓક્ટોબર, 2023માં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 72,934 કરોડ અને SGST માટે રૂ. 74,785 કરોડ છે. ઓક્ટોબર મહિનાની કુલ GST આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 13 ટકા વધુ છે.