GSSSB : 4304 જગ્યાઓ માટે કરાશે ભરતી, જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ ટોપિક પર આપજો વધારે ધ્યાન, જાણો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-16 10:38:34

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અનેક લોકો કરતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપી સારી નોકરી મળે તેવી આશા દરેક પરીક્ષાર્થીને હોય છે. ત્યારે ભરતીની બમ્પર જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. ગૌણ મંડળ દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 જેમાં ગ્રુપ એ અને બીનો સમાવેશ થાય છે તેની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે 4304 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી છે જે માટે આ પરીક્ષા લેવામાં આવશે. સંભવીત રીતે આ પરીક્ષાનું આયોજન માર્ચ-એપ્રિલ 2024 સુધીમાં કરવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે.

Image

ગ્રુપ A-B માટે સંયુક્ત રીતે યોજાશે પરીક્ષા!

4304 ભરતી અંગેની જે જાહેરાત કરવામાં આવી છે તેમાં વિવિધ કેડરો માટે કરવામાં આવશે. ભરતી જાહેર કરાઇ છે તેમાં ગ્રૂપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.જ્યારે ગ્રૂપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત કરી છે.  આ સંયુક્ત પરીક્ષા કમ્પ્યૂટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટિ સેશન્સમાં લેવાશે અને આવનાર સમયમાં આ અંગંની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. 

Image

સૌથી વધારે રિઝનિંગ પર આપજો ધ્યાન! 

પરીક્ષાની તૈયારી જો તમે કરી રહ્યા હોવ તો સૌથી વધારે ધ્યાન રિઝનિંગ પર આપજો કારણ કે સૌથી વધારે તે પેપરમાં પૂછાવાનું છે. રિઝનિંગના પેપરમાં પ્રોબ્લેમ્સ ઓન એજ, વેન ડાયાગ્રામ, વિઝ્યુઅલ રિઝનિંગ, બ્લડ રિલેશન, એરિથમેટિક રિઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, ડેટા સફીસિયન્સી જેવા વિષયો પૂછાવાના છે. 40 માર્કનું રિઝનિંગ પૂછવામાં આવશે. બીજો ટોપિક હશે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુટ જે 30 માર્કનો હશે. આમાં એવરેજ, પર્સન્ટેજ, પ્રોફિટ-લોસ, રાશન એન્ડ પ્રોપોર્સન, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, વર્ક-વેજીસ એન્ડ ચેઈન રુલ,નંબર સિસ્ટમ, સિમ્પલીફિકેશન, એરિથમેટિક એન્ડ જિયોમેટિક પ્રોગ્રેશન પૂછવામાં આવશે. 


ગુજરાતી તેમજ ઈંગ્લિશમાં શું પૂછવામાં આવશે? 

પરીક્ષામાં ન માત્ર રિઝનિંગ તેમજ એપટીટ્યુડને લઈ પ્રશ્ન પૂછવામાં આવશે પરંતુ ભાષાના પણ સવાલો પૂછવામાં આવશે. ઈંગ્લિશ તેમજ ગુજરાતી ભાષાની પરીક્ષા અંગે પણ પ્રશ્નો પૂછવામાં આવશે.  ગુજરાતી ભાષાની વાત કરીએ તો રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાનાર્થી શબ્દો/વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દસમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન, સંધિ જોડો કે છોડો, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ/ભાષા શુદ્ધિ, ગદ્યસમીક્ષા, અર્થગ્રહણ, ગુજરાતી- અંગ્રેજી ભાષાંતર પૂછવામાં આવશે. ઈંગ્લિશની વાત કરીએ તો ટેન્સ-વોઈસ, ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડેટરમીનર્સ, એડવર્બ-નાઉન-પ્રો નાઉન-વર્બ, યુઝ ઓફ પ્રિપોઝિશન, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સિસ, વન વર્ડ સબ્સ્ટિટ્યૂશન, સિનોનિમ્સ/એન્ટોનિમ્સ, કોમ્પ્રિહેન્શન, જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ, ટ્રાન્સલેશન ફ્રોમ ઈંગ્લિંશના પ્રશ્નો પૂછવામાં આવશે. 

Preparations for competitive exams are done by many people. Every examinee has the hope of getting a good job by clearing the competitive exam. Then the recruitment bumper advertisement has been done by the Secondary Services Selection Board. Gaun Mandal has announced recruitment for 4304 posts for Gujarat Secondary Services Class-3 which includes Group A & B combined competitive examination.


ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?