GSRTCના ફિક્સ-પેના કર્મચારીઓને પગાર વધારાનું વચન મળ્યું પરંતુ પગાર વધારો નથી મળ્યો! કર્મચારીઓએ મંત્રીઓને લખ્યા પોસ્ટ-કાર્ડ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 12:14:40

ગુજરાતમાં ફરીથી એક વખત આંદોલન થઈ શકે છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે! પગાર વધારાને લઈ જીએસઆરટીસીના કર્મચારીઓ સરકાર સામે મોરચો કાઢી શકે છે તેવું લાગી રહ્યું છે. જીએસઆરટીસીના ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં ન આવ્યો હતો જેને લઈ તેમણે વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સરકારને માસ સીએલ પર ઉતરવાની ચિમકી આપી હતી પરંતુ અધિકારીઓ હડતાળ પર ઉતરે તે પહેલા સરકારે તેમના માગનો સ્વીકાર કરી લીધો હતો. વાયદા આપ્યાને ઘણો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી 30 ટકા પગાર વધારો મળ્યો નથી. વચનને યાદ કરાવવા માટે એસટી વિભાગના ફિક્સ-પેના કર્મચારીઓએ મંત્રીઓને પોસ્ટ કાર્ડ લખ્યો છે અને પગાર વધારાના વચનને યાદ કરાવી રહ્યા છે.

Image

30 ટકાનો પગાર વધારો કરવાનો સરકારે કર્યો હતો વાયદો

થોડા સમય પહેલા જીએસઆરટીસી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓએ પગાર વધારાની માગ કરી હતી. 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કર્મચારીઓએ કરી હતી. સરકારને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવતો ન હતો! સરકાર સુધી અવાજ પહોંચે તે માટે તેમણે માસ સીએલ પર ઉતરવાની ચીમકી આપી હતી. તે બાદ મિટીંગોનો દોર શરૂ થયો અને સરકારે તેમની માગણી સ્વીકારી લીધી. 30 ટકાનો પગાર વધારો કરવામાં આવશે તેવું વચન આપ્યું હતું, તેમની માગ સ્વીકારવામાં આવતા કર્મચારીઓ આનંદિત થઈ ગયા હતા. પરંતુ ઘણો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી પગાર વધારો મળ્યો નથી. 

યુવરાજસિંહે મંત્રીઓને પોતાના વચનો કરાવ્યા યાદ! 

અનેક સમય વીતિ ગયો પરંતુ હજી સુધી પગાર વધારો નથી મળ્યો જેને કારણે કર્મચારીઓ મંત્રીઓને પોસ્ટકાર્ડ લખી તેમના વચનને યાદ કરાવી રહ્યા છે. એક તરફ જીએસઆરટીસીના કર્મચારીઓએ પત્ર લખ્યો છે તો બીજી તરફ યુવરાજસિંહે પણ આ મામલે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે જીએસઆરટીસીના કર્મયોગી મંત્રીશ્રીને ફરી-યાદ કરાવી રહિયા છે એમનું વચન.... કર્મચારીઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે વખતે પણ યુવરાજસિંહે તેમના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. ત્યારે જોવું રહ્યું કે કર્મચારીઓ આગળ જતા આંદોલન કરશે કે તેની પહેલા સરકાર તેમનો પગાર વધારો ક્યારે કરશે તે જોવું રહ્યું.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?