એસટી તંત્રના ભ્રષ્ટ કંડક્ટરો સામે આકરી કાર્યવાહી, 16 ડિવિઝનના 331 કંડક્ટર ઈન્ક્રીમેન્ટ અટકાવ્યા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-19 19:38:30

રાજ્ય સરકાર સંયાલિત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ છેલ્લા ઘણા વર્ષોથી ખોટ ખાય છે. તેનું એક કારણ એસટી તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર પણ છે. એસટી તંત્રમાં કામ કરતા કર્મચારીઓ સતત ભ્રષ્ટાચાર આચરી એસ વિભાગની ઘોર ખોદી નાખી છે. આ ભ્રષ્ટ કર્માચારીઓના કારણે જ લોકોને સારી સુવિધાઓ મળતી નથી રાજ્ય સરકારે પણ આવા લાંચિયા કર્મચારીઓ સામે આકરા પગલા ભરવાનું શરૂ કર્યું છે. રાજ્યના માર્ગ પરિવહન નિગમ દ્વારા અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સરકારની આ કાર્યવાહીમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. રાજ્ય સરકારે આ કર્મચારીઓ સામે આકરી કાર્યવાહી  કરી હતી. આટલા મોટા પ્રમાણમાં બસ કંડક્ટરો સામે કાર્યવાહી કરાતા એસ ટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.


કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી


રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રાજ્યભરમાં કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરી છે. અલગ- અલગ 16 ડિવીઝનમાં 9 મહિના દરમિયાન ઓચિંતુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 331 કંડકટર કટકી કરતા ઝડપાયા હતા. જ્યારે 9 મહિના દરમિયાન 2 હજાર 883 મુસાફરો પણ ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપાયા હતા. આ તરફ રાજકોટ ડિવીઝનની વાત કરવામાં આવે તો જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીમાં કુલ 32 કટકીબાજ કંડકટર ઝડપાયા છે. કટકીબાજ કંડકટરો મુસાફરો પાસેથી ટિકિટના રૂપિયા લઈ લેતા હતા પણ ટિકિટ આપતા ન હતા. એસટી તંત્રએ આવા કટકીબાજ કંડકટરો સામે કાર્યવાહી કરતા તેમની પેનલ્ટીરૂપે વ સહિતના પગલા લેવામાં આવ્યા હતાં.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?