અધિકારીઓની અણઆવતના કારણે GSPCને 500 કરોડથી વધુનું નુકસાન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 15:35:42

ક્રિષ્ના ગોદાવરી (KG) બેસિન બ્લોકમાં ડ્રિલિંગનું કામ કરતી ગુજરાત સરકારીની માલિકીની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લગભગ રૂ. 500 કરોડનું ભારે નુકસાન થયું છે. આ નુકસાનને લઈને ગુજરાત વિધાનસભાની જાહેર સાહસ અંગેની સમિતિએ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ને લપડાક લગાવી છે. આ  સમિતિમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંનેના 14 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર સંચાલિત કંપનીએ "જવાબદારીપૂર્વક" કામ કર્યું હોત તો નુકસાન ટાળી શકાયું હોત.  તદુપરાંત, કંપનીના અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલ લેખિત અને મૌખિક રજૂઆતોમાં વિરોધાભાસ હતો.


CAGના ઓડિટ રિપોર્ટમાં પણ ખુલાસો


રાજ્ય સંચાલિત જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) પર દેખરેખ રાખતી પેનલે બુધવારે ગૃહમાં રજૂ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે તે GSPCના "બેજવાબદાર અભિગમ" ને પ્રતિબિંબિત કરે છે. આ પેનલ PSUs પર કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા કરવામાં આવેલા અવલોકનોની ચકાસણી કરે છે અને રાજ્ય સરકારને ભલામણો કરે છે. 2017માં એસેમ્બલીમાં રજૂ કરવામાં આવેલા CAGના ઓડિટ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે ઑફશોર ગેસ એક્સ્પ્લોરેશન કૂવામાં ડ્રિલિંગ કરવામાં આવેલી "ઓપરેશનલ એરર"ના કારણે GSPCને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો.

CAG એ KG બેસિન (કૃષ્ણા ગોદાવરી બેસિન) માં KG-21 નામના એક કૂવામાં GSPC દ્વારા કરવામાં આવેલ ખામીયુક્ત ડ્રિલિંગ કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. CAG એ નોંધ્યું હતું કે આવું થયું કારણ કે તે કૂવો નમૂનાની બહાર ડ્રિલ કરવામાં આવ્યો હતો અને કંપનીને તે બાબત ખૂબ મોડી સમજાઈ હતી. CAGના અહેવાલ મુજબ, કંપનીએ KG-21 ઓફશોર કૂવામાં ઓફશોર ડ્રિલિંગ કામ માટે રૂ. 478.98 કરોડનો ખર્ચ કર્યો હતો. GSPCએ ખામીયુક્ત કામના એડજસ્ટમેન્ટ માટે કામને વધારાના રૂ. 34.37 કરોડનો ખર્ચ કરવો પડ્યો હતો.


GSPCના અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યા


વિધાનસભા સમિતિએ તેના રિપોર્ટમાં તે બાબત પણ નોંધી હતી કે જ્યારે GSPC સમિતિને તેનો લેખિત જવાબ સુપ્રત કર્યો તેમાં, કંપનીએ કહ્યું હતું કે આ કૂવામાંથી ગેસનું વ્યાવસાયિક ઉત્પાદન શક્ય નથી. જોકે, કંપનીના અધિકારીઓએ સમિતિને મૌખિક રીતે જણાવ્યું હતું કે ડ્રિલિંગ સફળ રહ્યું હતું કારણ કે GSPCને તેમાં ગેસ મળ્યો હતો.

વિધાનસભા સમિતિ સમક્ષ વિરોધાભાસપુર્વકના આ પ્રકારના તથ્યો રજૂ કરવામાં તે કંપનીની અપ્રમાણિકતા દર્શાવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક ડાઈવર (જે ફિટિંગ ટેમ્પલેટ સંબંધિત તકનીકી કાર્ય માટે પાણીમાં ગયો હતો) તેના દ્વારા કરાયેલી ભૂલને કારણે ટેમ્પ્લેટની બહાર કૂવો ડ્રિલ કરવામાં આવ્યો હતો, જેના કારણે કંપનીને રૂ. 500 કરોડનો ખર્ચ થયો હતો, ” તેવું રિપોર્ટમાં જણાવાયું હતું.


“તે સ્પષ્ટ છે કે કંપનીના અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક કામ કર્યું હતું. તેમની ન્યૂનતમ દેખરેખ અને કુશળતાના અભાવને કારણે, એક્સપ્લોરેશન સાઈટ બદલાઈ ગઈ હતી. તેઓ પોતાની જવાબદારી સ્વિકારવાને બદલે, આ ભૂલ માટે એક ડાઇવરને જવાબદાર ગણાવ્યો, જેનના કારણે રૂ. 500 કરોડનું નુકસાન થયું. સમિતિએ જણાવ્યું હતું કે અધિકારીઓનો  આ અભિગમ અયોગ્ય છે,” 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?