GSEB Result : ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરત જિલ્લાનું સૌથી વધારે પરિણામ નોંધાયું જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ નોંધાયું!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-25 16:57:53

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું છે. માર્ચ 2023માં યોજાયેલ ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. પોતાનું પરિણામ વિદ્યાર્થીઓ www.gseb.org પર જોઈ શકે છે અથવા તો વોટ્સએપ નંબર 6357300971 પર ચેક કરી શકે છે. સુરત જિલ્લો સૌથી વધારે પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે જ્યારે દાહોદ જિલ્લો સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 9.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા. આ વર્ષ પણ વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને પાછળ પાડી દીધા છે. પરિણામને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે.  સીએમે શુભેચ્છા પાઠવતા કહ્યું કે તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામના પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તે સિવાય શિક્ષણમંત્રીએ પણ શુભેચ્છા પાઠવી છે.    


આ વિસ્તારનું પરિણામ આ વખતે પણ ઓછું નોંધાયું? 

માર્ચ 2023માં ધોરણ 10 બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 64.62 ટકા પરિણામ આવ્યું છે. 76.45 ટકા પરિણામ સુરત જિલ્લાનું આવ્યું છે જ્યારે 40.75 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુલ 958 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લાનું કુંભારિયા કેન્દ્ર 95.92 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર નર્મદા જિલ્લાનું ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા આવ્યું છે. 157 શાળાઓ એવી છે જ્યાંનું પરિણામ 0 ટકા આવ્યું છે. જ્યારે 272 શાળાઓ એવી છે જેનું પરિણામ 100 ટકા આવ્યું છે. આ વખતે પણ આદિવાસી વિસ્તારોનું પરિણામ ઓછું આવ્યું છે. મહત્વનું છે કે ધોરણ 12 સાયન્સનું પરિણામ પણ આ પટ્ટામાં ઓછું નોંધાયું હતું.   



કયા માધ્યમનું કેટલું આવ્યું પરિણામ? 

A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 6111 છે જ્યારે A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 44480 છે જ્યારે B1 ગ્રેડ મેળવનાર 86611 વિદ્યાર્થીઓ છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા 127652 છે, C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 139248 છે, C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 67373 છે, D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 3412 છે. જો માધ્યમોની વાત કરવામાં આવે તો ગુજરાતી માધ્યમનું પરિણામ 62.11 ટકા આવ્યું છે, હિન્દી માધ્યમનું પરિણામ 64.66 ટકા, મરાઠી માધ્યમનું પરિણામ 7.95 ટકા જેટલું આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 81.90 ટકા આવ્યું છે. ઉર્દુ માધ્યમનું પરિણામ 69.10 ટકા આવ્યું છે.    




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...