ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થઈ ગયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માાધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે GSEBએ ધો.10 અને ધો.12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ બહાર પાડી દીધું છે. ટાઈમ ટેબલ મુજબ માર્ચ મહિનામાં આ પરીક્ષા યોજાશે. શિક્ષણ મંત્રી કૂબેર ડિંડોરે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી છે.
શિક્ષણ મંત્રીએ આપી જાણકારી
માર્ચ મહિનામાં બોર્ડની પરક્ષા યોજાવાની છે જે અંતર્ગત ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી રહેશે જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી રહેશે.વિજ્ઞાન પ્રવાહની એક્ઝામ 14 માર્ચથી 25 માર્ચ સુધી ચાલશે.
CBSE દ્વારા પણ તારીખો જાહેર કરાઈ
ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુરૂવારે બોર્ડના પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. તે મુજબ સીબીએસસી બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઉપરાંત દરેક એક્ઝામ વચ્ચે તૈયારી માટે પૂરતો સમય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.