યુવાનો પર વધતો હાર્ટ એટેકનો ખતરો! મનસુખ માંડિવાયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ મામલે શું લેવાયા પગલા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-12 12:49:12

હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદયહુમલાને કારણે થઈ રહ્યા છે. થોડા સમય પહેલા હાર્ટની હજારો સર્જરી કરનાર ડોક્ટરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું હતું. કોરોના મહામારી બાદ આ સમસ્યા વધતી જઈ રહી છે. તંદુરસ્ત દેખાતો માણસ અચાનક પડી જાય છે અને તે પછી ક્યારેય ઉભો થઈ શક્તો નથી. ત્યારે વધતા હાર્ટ એટેકના કેસને લઈ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડિવાયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં મંત્રીએ જણાવ્યું કે કોરોના બાદ શા માટે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે તેની જાણકારી મેળવવા ઈન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ તપાસ કરી રહી છે. 



કેન્દ્રીય આરોગ્યમંત્રીએ હાર્ટ એટેકને લઈ આપ્યું નિવેદન!

કોરોનાને કારણે અનેક પરિવારે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. એક સમય એવો હતો જ્યારે હજારોની સંખ્યામાં લોકોના મોત થયા હતા, હાલ કોરોના મહામારી કાબુમાં આવી ગઈ છે પરંતુ તેની સાઈડઈફેક્ટ હાલ જોવા મળી રહી છે. હાર્ટ એટેકને કારણે નાની ઉંમરે લોકો મૃત્યુ પામી રહ્યા છે. દિવસમાં એક બે એવી ઘટનાઓ તો સામે આવે છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયું હોય. આ બધા વચ્ચે આ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આ કારણ શોધવા માટે આઈસીએમઆર રિસર્ચ કરી રહ્યું છે. યુવાનોમાં શા માટે હૃદય હુમલાના કિસ્સાઓ વધી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.   


   

નાની ઉંમરે લોકો બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર! 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સુરતથી સમાચાર સામે આવ્યા હતા એક જ સોસાયટીમાં રહેતા બે સભ્યોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. તે સિવાય રાજકોટથી પણ આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. સમગ્ર રાજ્યમાંથી એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં મોત હાર્ટ એટેકને કારણે થયા છે. તે પહેલા પણ એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. મહત્વનું છે કે આ રિસર્ચ બાદ યુવાનોના જીવન હાર્ટ એટેકથી બચી શકે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા છે.          



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?