સુરેન્દ્રનગરમાં જૂથ અથડામણ ફેરવાઈ હત્યામાં! જમીનને લઈ શરૂ થયેલી બબાલમાં થયા બે લોકોના મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-13 12:24:17

જમીનની બાબતોને લઈ અનેક વખત ડખા થતાં હોય છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જમીનની બબાલને લઈ બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને આ ઘટનામાં 7 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે. આ ઘટના ચૂડાના સમઢિયાળા ગામની છે જ્યાં બે જ્ઞાતિ વચ્ચે બબાલ થઈ છે. ઘટનામાં બે સગા ભાઈની હત્યા થઈ છે. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોટી સંખ્યામાં અનુસૂચિત સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. તલવાર, ધારિયા સહિતના હથિયારીઓ વડે હુમલો થયો હતો. જૂથ અથડામણ થયા હોવાની ઘટના રાતની છે.     


તલવારો તેમજ ધારિયા વડે કરાયો હુમલો!

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જૂથ અથડામણ ક્યારે હિંસામાં ફેરવાઈ ગઈ તેની ખબર ન રહી. જમીન મુદ્દે બે જ્ઞાતિના લોકો વચ્ચે અથડામણ થઈ હતી. તલવારો તેમજ ધારિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે સારવાર દરમિયાન બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ખસેડી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર જે વ્યક્તિના મોત થયા છે તે અનુસુચિત જાતિના છે. મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલ આવી પહોંચ્યા છે. 


ઘટનામાં બે લોકોના થયા મોત 

જૂથ અથડામણને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. અનુસૂચિત સમાજથી આવતા લોકો પર હુમલાનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં અનુસૂચિત જાતિથી આવતા લોકો પર અત્યાર થતો હોય છે. આ ઘટનાને પગલે માહોલ અશાંત ન થાય તેને ધ્યાનમાં રાખી મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. જે જૂથ અથડામણ થઈ છે તેમાં એક મહિલા સહિત પાંચ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે બે લોકોના મોત થયા છે. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે લોકો આ ઘટનાને કારણે મૃત્યુ પામ્યા છે તેમના નામ છે આલજી પરમાર તેમજ મનોજ પરમાર. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે.   


ભાજપના ધારાસભ્યને કરવો પડ્યો વિરોધનો સામનો!

ઘટનાને પગલે સુરેન્દ્રનગરમાં અરેરાટી વ્યાપી ઉઠી છે. મૃતકોના પરિવારે મૃતદેહ સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યારે સુધી તે મૃતદેહ નહીં સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે. મૃતકના પરિવારને મળવા જ્યારે ભાજપના ધારાસભ્ય પહોંચ્યા હતા ત્યારે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર સિવીલ બહાર ભાજપના ધારાસભ્ય પી.કે.પરમાર અને જગદીશ દલવાડીને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ હાય હાયના નારા લાગ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?