ગુજરાતમાં મગફળીનું મબલખ ઉત્પાદન છતાં ડબાનો ભાવનો ભાવ 2900 રૂપિયા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 14:39:46


ગુજરાતમાં સૌથી વધુ મગફળી પકવતા સૌરાષ્ટ્રમાં સતત બીજા વર્ષે સાનુકૂળ અને સાનુકૂળ વરસાદથી અને ઉઘાડ બાદ પાછોતરા વરસાદથી પિયત મળતા મગફળીનું ચિત્ર સુધર્યું છે. રાજ્યમાં લગભગ 39 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ આપ્યો છે. જેના પરથી ગુજરાતમાં મગફળીથી આશરે 18 લાખ ટન સિંગતેલ બનવાનું પણ અનુમાન છે.


મગફળીના મબલખ ઉત્પાદનનું અનુમાન


કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા અંદાજ મૂજબ 39થી 40 લાખ ટન મગફળી આ ખરીફ ઋતુમાં પેદા થશે. જેના પગલે સરકારે ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો આરંભ કર્યો છે. ઈ.સ.2019-20માં મગફળીના ટેકાના ભાવ રૂ।. 5090 પ્રતિ ક્વિન્ટલ હતા, જે ગત વર્ષે રૂ।.૫૫૫૦ અને આ વર્ષે વધારીને રૂ।.૫૮૫૦ એટલે કે પ્રતિ મણના રૂ।. 1170ના ભાવ કરાયા છે. જો કે હાલ, માર્કેટ યાર્ડમાં ટેકા જેટલા કે સારી ગુણવત્તાની મગફળીના તેથી વધુ ભાવ રૂ।. 1350 સુધી ખેડૂતોને મળી રહ્યા છે.


સિંગતેલના ડબ્બાના ભાવ 2900 રૂપિયા


જો કે સૌથી આશ્ચર્યની બાબત એ છે કે મગફળીમાંથી જ બનતા સિંગતેલના ભાવ ઉંચાઈ પર ટકાવાયા છે ત્યારે તેલ મિલરોના સંગઠન ગુજરાત તેલ તેલિબિયા સંગઠને માત્ર 26.40 લાખ ટન મગફળી પાકવાનો આશ્ચર્યજનક નીચો અંદાજ આપ્યો છે. પરંતુ, સરકારનો અંદાજ તેથી 13 લાખ ટન વધારે છે. આમ છતાં તેલિયા લોબી કોઈ પણ રીતે ભાવ નીચા ન આવે તે રીતે ભાવ સીઝનમાં પણ વધારીને ડબ્બાના આજે રૂ।. 2900એ પહોંચાડી દીધા છે જેમાં છુપી કાર્ટેલની ગંધ આવી રહી છે.


મગફળીના ઉત્પાદનમાં 47 ટકા સાથે ગુજરાત પ્રથમ નંબરે 


ગુજરાતમાં વર્ષે સરેરાશ 18.42 લાખ ટનમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જે આ વર્ષે 17.09 લાખ ટનમાં વવાયેલ છ. આ વખતે મગફળીની ગુણવત્તા પણ સારી જણાઈ છે. અપવાદો બાદ કરતા મોટાભાગના સ્થળે પાકનું અને ઉપજનું ચિત્ર આશાસ્પદ બન્યું છે. ભારતમાં ઈ.સ. 2019-20ના અપેડાના રિપોર્ટ મૂજબ 98.19 લાખ ટન મગફળી પાકી હતી તેમાં 46.45 લાખ ટન સાથે ગુજરાત 47 ટકા સાથે પ્રથમ નંબરે હતું. આ વર્ષે ગુજરાતમાં 1.47 લાખ એમ.સી.એફટી. પાણી ગત વર્ષ કરતા વધુ સંગ્રહિત થયું હોય ઉનાળુ મગફળીનું વાવેતર પણ ઉત્સાહજનક રહેવા સંભવ છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?