સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો, સિંગતેલના ભાવમાં રૂ.30નો વધારો, ડબ્બાનો ભાવ રૂ. 3100ને પાર


  • Published By :
  • Published Date : 2023-09-15 16:52:14

રાજ્યમાં કાળઝાળ મોંઘવારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જીવન જરૂરીયાતની લગભગ તમામ ચીજો જેવી કે અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ હવે તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે જ સિંગતેલના ભાવ ફરી એક વખત  વધતા સામાન્ય લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. રાજ્યમાં બે દિવસ બાદ આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સિંગતેલ દોહ્યલું બન્યું છે.

 

સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર


રાજ્યમાં આજે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 3100ને પાર પહોંચ્યો છે. અંદાજે દોઢ મહિનાની વરસાદી બ્રેકને કારણે મગફળીનો ઉત્પાદનનો ફટકો પડશે તેવી આશંકાથી સિંગતેલમાં બેફામ તેજીનો દોર શરૂ થયો છે. આજે રૂપિયા 30ના ઉછાળાથી ભાવ ફરી 3100ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે તહેવારોની રજા પછીના ચાર દિવસમાં ભાવમાં રૂપિયા 130નો ઉછાળો નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે રાજકોટમાં સિંગતેલ નવા ડબ્બાનો ભાવ રુપિયા 30ના સુધારાથી 3050થી 3100 થયો હતો. ગત મહિને ડબ્બો 3100નો થયા બાદ અંદાજીત 150 રુપિયા ઘટી ગયા હતા, પરંતુ ચોમાસાની ચિંતાના કારણે ફરી એક વખત તેજી થઇ છે અને ભાવ ફરી એક વખત આસમાને પહોંચી ગયો છે.


શા માટે વધ્યા ભાવ?


સિંગતેલના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ નથી,  જેના કારણે મગફળીના વાવેતરને વ્યાપક નુકસાન થયું છે. વિઘા દીઠ ઉત્પાદન ઘટી શકે છે. રાજય સરકારે પ્રાથમિક અંદાજે 39 લાખ ટન મગફળી ઉત્પાદન થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ વેપારીઓના અંદાજે 24-25 લાખ ટન મગફળી ઉત્પાદન થાય તેવો અંદાજ છે. તેમાં પણ 20 ટકાથી વધુ ગાબડુ પડી શકે તેમ હોવાનું જાણકારોનું માનવું છે. જો કે આગોતરા વાવેતર થઇ ગયા હતા તેવી મગફળી તો બજારમાં આવવા લાગી છે. સિંચાઇ સુવિધા ધરાવતી ખેતીમાં પણ કોઇ ખાસ વાંધો નથી પરંતુ જયાં વાવેતર નબળા પડી ગયા છે ત્યાં કદાચ હવે ફરી વરસાદ આવે તો પણ મોટો ફાયદો થાય તેવી શકયતા નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?