મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. દરેક વસ્તુના ભાવમાં વધારો ઝીંકાયો છે. થોડા સમય પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હતો તે બાદ ફરી એક વખત આજે ભાવમાં વધારો થયો છે. મોંઘવારી સતત વધી રહી છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા 30નો વધારો થયો છે. તેલ મોંઘુ થવાને કારણે આવનાર સમયમાં ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
ફરી એક વખત સિંગતેલના ડબ્બામાં કરાયો ભાવ વધારો
થોડા સમયથી મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવન જરૂરીયાતની વસ્તુ સતત મોંઘી થઈ રહી છે. ફરી એક વખત સિંગતેલના ભાવમાં મોટો ભાવ વધારો ઝીંકાયો છે. 30 રુપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા સીએનજી તેમજ પીએનજીના ભાવમાં વધારો થયો હતો ત્યારે પ્રતિ ડબ્બે 30 રુપિયાનો વધારો થતા મધ્યમવર્ગના પરિવારને લાફો મારી ગાલ લાલ કરવાનો વારો આવ્યો છે.
મગફળીની આવક છતાં સતત વધી રહ્યા છે તેલના ભાવ
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્ન સિઝન દરમિયાન તેલનો ઉપયોગ વધારે થતો હોય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે તેલમાં ભાવ વધારો થયો છે જેની સીધી અસર બજેટ પર પડી છે. હાલ મગફળીની ખરીદી ચાલી રહી છે. ચાલું વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જેને કારણે આવનાર સમયમાં ફરસાણની કિંમતમાં વધારો થઈ શકે છે.
જીવન જરૂરી ચીજ વસ્તુના ભાવ વધતા વધી મોંઘવારી
આની પહેલા સિંગતેલમાં ભાવ વધારો ડિસેમ્બર મહિનામાં કરવામાં આવ્યો હતો. તે વખતે પણ અનેક રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો હતો. તે સિવાય જાન્યુઆરીમાં પણ અનેક વખત ભાવ વધારો કરાયો છે. ભાવ વધારાની સીધી અસર લોકોના બજેટ પર પડશે. શાકભાજી, પેટ્રોલ-ડિઝલ સહિતની વસ્તુઓમાં ભાવ થઈ રહ્યો છે જેને કારણે મોંઘવારીના માર વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે.