મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારીનો માર સહન કરવા લોકો મજબૂર બન્યા છે. જીવનજરૂરિયાતની ચીજ વસ્તુમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાતું રહે છે ત્યારે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. રાજ્યમાં સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બામાં 50 રુપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. જેને કારણે 2800 રુપિયાને પાર સિંગતેલના ડબ્બાની કિંમત પહોંચી છે.
50 રુપિયાનો કરાયો ભાવ વધારો
દિવસેને દિવસે મોંઘવારી વધતી જઈ રહી છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. કોઈ વખત દૂધના ભાવ વધે છે તો કોઈ વખત પેટ્રોલના ભાવમાં વધારો થાય છે. ત્યારે આજે સિંગતેલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. માત્ર સિંગતેલના ભાવમાં ફેરફાર થયો છે. કપાસીયાના તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એક જ દિવસમાં ભાવ વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.
અન્ય કોઈ તેલના ભાવમાં નથી થયો વધારો
આ વખતે મગફળીની બમ્પર આવક થઈ છે. મગફળીની બમ્પર આવક હોવા છતાં સિંગતેલના ભાવમાં 50 રુપિયાનો વધારો થયો છે. 15 કિલોના ડબ્બાનો ભાવ 2820 પર પહોંચી ગયો છે. પરંતુ સિંગતેલ સિવાય અન્ય તેલોના ભાવમાં વધારો કરવામાં નથી આવ્યો.