સિંગતેલમાં 20 રૂપિયાનો ભાવ વધારો, ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-08 20:06:38

દેશમાં મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરિયાતની લગભગ તમામ ચીજોના ભાવમાં તોંતિગ વધારો થયો છે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને ખાદ્યતેલના ભાવમાં કમર તોડ વધારો થયો છે. સામાન્ય માણસ માટે બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવાની છે ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. 


સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો


રાજ્યમાં તહેવારો પહેલા જ સિંગતેલની કિંમતમાં પ્રતિ ડબ્બે આજે  20 રૂપિયાનો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. આજે 20 રૂપિયાનો વધારો થતાંની સાથે જ ડબ્બાની કિંમત 3100ને પાર પહોંચી છે. આ સાથે જ કપાસિયા તેલનો ભાવ 1735 અને સરસવ તેલનો ભાવ 1710 રૂપિયા થયો છે. ખાદ્યતેલના ડબ્બાનો ભાવના ભાવમાં ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.   તેલના ભાવ વધવાના કારણે ફરસાણ પણ મોંઘું બનશે. અધિક શ્રાવણ માસ શરૂ થવાની સાથે જ સિંગતેલના ભાવમાં તેજી આવી છે, તેથી ઉપવાસ પણ મોંઘા બન્યા છે. 


છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધ્યા


ગત નવા વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવો વધી રહ્યા છે. સિંગતેલ, કપાસિયા તેલના ભાવનો ગ્રાફ સતત વધી રહ્યો છે. લોકો માટે તેલ ખાવુ મોંઘુ બની રહ્યું છે. આવામાં ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. તેલના ભાવમાં ફરીથી વધારો ઝીંકાયો છે, ગુજરાતની ગૃહિણીઓનું ફરી એક વખત બજેટ વિખાયું છે. તહેવારોની સિઝન પહેલા જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે, સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો છે. તહેવારમાં સિંગતેલની ડિમાન્ડ વધારે રહે છે. મોટાભાગના ફરસાણ લોકો સિંગતેલમાં જ બનાવતા હોય છે. એવામાં સિંગતેલના ભડકે બળતા ભાવના કારણે અનેક લોકો કપાસિયા તેલ તરફ વળવા લાગ્યા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...