અચ્છે દિન ગયે: સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાની કિંમત 30 રૂપિયા વધીને 2670


  • Published By :
  • Published Date : 2022-12-13 14:51:52

મોંઘવારી આસમાને પહોંચી છે, જીવન જરૂરીયાતની તમામ ચીજોના ભાવ બેફામ રીતે વધી રહ્યા છે. મોંઘવારીના મારથી ત્રસ્ત મધ્યમ વર્ગ માટે જીવવુ મુશ્કેલ બન્યું છે. અસહ્ય મોંઘવારીથી મધ્યમવર્ગની કમર તુટી ગઈ છે. ખાદ્ય ચીજવસ્તુઓના ફુગાવાના દરમાં ધરખમ વધારો થયો છે. જેમ કે સીંગતેલના ડબ્બાની કિંમતમાં પણ આગ લાગી છે.


સિંગતેલના ભાવ કેટલા વધ્યા?


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે. સીંગતેલનાં ડબ્બાનો ભાવ 30 રૂપિયા વધીને 2670 થયો છે. ચૂંટણી દરમિયાન ભાવ સ્થિર રહ્યા હતા જો કે હવે 12 દિવસ બાદ ફરી ભાવમાં તેજ વધારો જોવા મળ્યો છે. જોવાની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં મગફળીનું વિપુલ ઉત્પાદન થયું છે અને રાજકોટમાં ઓઇલ મિલોમાં મગફળીનું પીલાણ થઈ રહ્યું હોવા છતાં ભાવ વધ્યા છે. સિંગતેલના પ્રતિ ડબ્બાએ 30 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2645-2650 થી વધીને 2670-2675 સુધી પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2175 થી 2785ના ભાવે બજારમાં ઉપલબ્ધ છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...