સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, ગોંડલ યાર્ડમાં એક લાખ ગુણીથી વધુની આવક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-30 21:30:47

સૌરાષ્ટ્રમાં મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે, સૌરાષ્ટ્રના તમામ મોટા માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજ્યના સૌથી મોટા અને સૌરાષ્ટ્રનાં અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાયું એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક નોંધાઈ છે. સામાન્ય રીતે મગફળીની આવક નોરતા પછી થતી હોય છે, પરંતુ આ વર્ષે વહેલા વરસાદના કારણે મગફળીની આવક અત્યારથી જ શરૂ થવા લાગી છે.


વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી


ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં એક લાખથી પણ વધુ મગફળીની આવક થઈ છે. છેલ્લા બે દિવસમાં ત્રણ લાખથી પણ વધુ ગુણીની મગફળીની આવક થઈ છે.  યાર્ડની બહાર બન્ને બાજુ 1200થી વધુ વાહનોની 5 કી.મી લાંબી લાઈનો લાગી હતી. હરરાજી દરમિયાન મગફળીના 20 કિલોના 1000 થી 1350 સુધી ભાવ બોલાયા હતા. આ વર્ષે અત્યારથી જ બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશખુશાલી જોવા મળી હતી અને સારા ભાવના કારણે ખેડૂતો અત્યારથી  જ પોતાની મગફળી વેચવા માટે સૌરાષ્ટ્રભરમાંથી ખેડુતો ઉમટી રહ્યાં છે.


ટેકાના ભાવે રજીસ્ટ્રેશનમાં ખેડૂતોમાં નિરાશા 


ગયા વર્ષે ગુજરાતમાં સૌથી વધુ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવનાર રાજકોટ જીલ્લો સૌથી પહેલાં હતો. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવા મળતી રહી છે.  તેવું લાગી રહ્યું છે સામાન્ય રીતે ગયા વર્ષે એક અઠવાડિયામાં  10,000થી પણ વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ અને ટોટલ 60,000થી પણ વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.  પરતું  આ વર્ષે ખેડૂતો ક્યાંક નિરાશ જોવા મળતા હોય તેવું લાગે રહ્યું છે.


અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન 


છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે ક્યાંક એક અઠવાડિયામાં માત્ર 100 જેટલા જ ખેડૂતોએ રજીસ્ટ્રેશન થયા છે. ગયા વર્ષે એક જ અઠવાડિયામાં 10,000 થી પણ વધુ ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ આ વર્ષે ક્યાંક ખેડૂતો આજે સરકારની પદ્ધતિ અને નિયમોથી ક્યાંક નીરજ જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ ટેકાન ભાવ કરતા સામાન્ય બજારમાં મગફળીના ભાવ વધુ હોવાના કારણે ખેડૂતો રજીસ્ટ્રેશન કરવાનું ટાળી રહ્યા છે અને અત્યારથી જ બહારની બજારમાં ખેડૂતો વહેંચવા લાગ્યા છે.



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.