કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. સિંગતેલના ભાવમાં સતત ભાવ વધારા બાદ હવે ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં એક અઠવાડીયામાં 50 રૂપિયાનો ઘટાડો થયો છે. સિંગતેલના 15 કિલોના ડબ્બાનો આજનો ભાવ 2750-2850 રૂપિયા છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ 9 મેના રોજ સતત ત્રીજા દિવસે સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો હતો.
સતત વધારા બાદ ભાવ ઘટ્યો
રાજકોટમાં સીંગતેલના 5 કિલો ડબ્બાનો ભાવ રુ. 2750થી 2850 પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 1520થી 1600 સુધી થયા છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે.
મોંઘવારીથી આંશિક રાહત
સિંગતેલના ડબ્બાના ભાવમાં 3 દિવસમાં 100 રૂપિયાનો વધારો થયો હતો. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2,860થી વધીને 2,960 રૂપિયાએ પહોંચ્યો હતો. વેપારીઓએ લગ્નની સિઝનને કારણે ભાવ વધ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું. જો કે આ ભાવ ઘટાડાથી લોકોને ચોક્કપણે રાહત મળશે તેવું કહીં શકાય.