મહેસાણાના કડીથી એક ચોંકવનારા સમાચાર સામે આવ્યા છે કડી પોલીસ સ્ટેશનમાં GRDમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસકર્મી સાથે જ પ્રેમ સબંધ બાંધ્યા અને આ પ્રેમ સંબંધના કારણે પતિએ આત્મહત્યા કરી લીધી જેમાં મહત્વની વાત તો એ છે કે આ બધીય બાબતનો ખુલાસો આત્મહત્યાના નવ મહિના બાદ થયો
વાત જાણે એમ છે કે GRD મહિલાના પતિએ આ પ્રેમ પ્રકરણથી કંટાળી જાન્યુઆરી 2023માં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું હતું. આ પતિ-પત્ની છેલ્લાં ચાર વર્ષથી કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલા વીરમાયા સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી એક ઓરડીમાં રહેતાં હતાં.અને ત્યાં આ ઓરડીમા જ મહિલાના પતિ મુકેશે આત્મહત્યા કરી હતી
આત્મહત્યાનું કારણ નવ મહિના પછી કેવી રીતે ખબર પડી ?
ગત જાન્યુઆરી 2023ના રોજ આ ઘટના બની હતી, જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મુકેશની માતા જશીબેન ઇરાણા ગામ ખાતે હાજર હતાં અને મૃતક મુકેશના દીકરો રોહનનો કોટ ધોવા માટે કાઢ્યો હતો. જ્યાં જશીબેને કોટના ખિસ્સા તપાસતાં મૃતક મુકેશના હસ્તાક્ષરથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં પણ મુકેશે પત્નીના આડાસંબંધનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કડી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતકની પત્ની પ્રિયંકા, ધવલ પ્રજાપતિ તેમજ તેની પત્નીના ભાઈ અને પિતા વિરુદ્ઘ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક મુકેશનો ફાઈલ ફોટો
મુકેશને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી
આત્મહત્યા કરનાર મુકેશને તેની પત્ની પ્રિયંકાની અને ધવલ પ્રજાપતિના પ્રેમ સંબંધોની જાણ થઇ ગઈ હતી પરંતુ પ્રિયંકા દ્વારા મુકેશને વારંવાર ડરાવવામાં આવતો હતો કે તું કઈ બોલીશ તો તને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઈશ...પ્રિયંકા અનેક વખત તેના પ્રેમી સાથે વિડિઓ કોલ પર અને ટેલિફોનિક વાત કરતી હતી જેની જાણ મુકેશને થતા મુકેશ ટેન્સનમાં આવી ગયો હતો જેની જાણ મુકેશે તેના ભાઈને પણ કરી હતી
બંનેના બીજાં લગ્ન હતાં
મુકેશના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મુકેશના પ્રથમ લગ્ન કલોલ મુકામે થયા હતા, પરંતુ મુકેશ અને તેની પહેલી પત્નીને મનમેળ ન આવતાં બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. ત્યાર બાદ મુકેશનાં બીજા લગ્ન ઈસંડ કલોલ મુકામે રહેતા મણિલાલની દીકરી પ્રિયંકા સાથે થયા હતા. પ્રિયંકાના પણ આ બીજા લગ્ન હોવાથી તેને પહેલા લગ્નથી એક પુત્ર પણ હતો, જેનું નામ રોહન હતું. મુકેશ સાથે લગ્ન થયા બાદ પ્રિયંકા તેના દીકરા રોહનને પણ સાથે લઈને આવી હતી. એ બાદ મુકેશ અને પ્રિયંકાને સંતાનમાં એક દીકરી થઈ હતી.
મુકેશની આત્મહત્યા બાબતે મુકેશના ભાઈએ કદી પોલીસ મથકમાં પોલીસ કર્મચારી સહીત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે