મહાગઠબંધનની મિટિંગ 13-14 જુલાઈએ બેંગલુરુમાં યોજાશે, ચૂંટણીની રણનિતી નક્કી થશે, દેશમાં કેવો રહ્યો છે ગઠબંધનની રાજનિતીનો ઈતિહાસ?


  • Published By :
  • Published Date : 2023-06-29 19:14:26

કેન્દ્રમાં સત્તાધારી ભાજપની સામે એકઠાં થયેલા વિપક્ષોના મહાગઠબંધનની આગામી બેઠકને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષોનો આ શંભુમેળાની બેઠક શિમલામાં યોજાવાની હતી, પરંતુ હવે તે બેંગલુરૂમાં મળશે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવારે બેઠકના નવા સ્થળ અંગે જાહેરાત કરી હતી. વિપક્ષોની આગામી બેઠક બેંગલુરૂમાં 13 અને 14 જુલાઈએ મળશે. આ બેઠકમાં 17 જેટલી વિપક્ષી પાર્ટીઓના નેતાઓ ભાગ લેશે. 


આગામી બેઠકમાં નક્કી થશે રણનિતી


કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપની સરકારને આગામી લોકસભાની ચૂંટણીમાં ધોબીપછાડ આપવા માટે 17 જેટલી નાની મોટી પાર્ટીઓએ ગઠબંધન બનાવ્યું છે. બેંગલુરૂમાં યોજાનારી વિપક્ષોની આ બેઠકમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે સીટોની વહેંચણી અંગે તથા મોદી સરકારની દેશ વિરોધી નિતીઓને લોકો સમક્ષ લાવવાની નિતીઓ અંગે ચર્ચા થશે. મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે પણ વિચાર મંથન કરવામાં આવશે. બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારની આગેવાનીમાં એકઠા થયેલા વિપક્ષો વચ્ચે વૈચારીક મતભેદ છે, પણ હાલ તો તેમનો એકમાત્ર હેતું મોદી સરકારને સત્તામાંથી બેદખલ કરવાનો જ છે.


કેવી રહી છે ગઠબંધનની રાજનિતી?


ભારતમાં ગઠબંધન સરકારોનો રેકોર્ડ કોઈ પ્રસંશા કરવા લાયક રહ્યો નથી. દેશમાં સૌપ્રથમ બિનકોંગ્રેસી સરકાર મોરારજી દેસાઈના વડપણ હેઠળ બની હતી. જો કે જનતા પાર્ટીની આ સરકાર આંતરિક ખેંચતાણના કારણે લાબા સમય સુધી સરકારમાં રહી શકી નહોતી. બે વર્ષથી ઓછા સમયમાં બિન-કૉંગ્રેસી સરકારનો પ્રયોગ નિષ્ફળ ગયો અને મોરારજી દેસાઈએ રાજીનામું આપવું પડયું. મોરારજી દેસાઈ બાદ ચૌધરી ચરણસિંહ પ્રધાનમંત્રી બન્યા હતા જો કે તેઓ આ પદ પર જુલાઈ 1979માં  જાન્યુઆરી 1980 સુધી રહી શક્યા હતા. તે જ પ્રકારે 1990ના દાયકા વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકાર પણ તેમનો કાર્યકાળ પુરો કરી શકી નહોતી. ત્યાર બાદ એચ ડી દેવેગૌડા 1996માં સંયુક્ત મોર્ચા તરફથી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા તેમના પછી આઈ કે ગુજરાલ પીએમ બન્યા હતા પણ તેઓ પણ શાસન પર ટકી શક્યા નહોતા. તેમના પછી અટલ બિહારી વાજબાઈની સરકાર બની હતી.બાજપાઈનો કુલ કાર્યકાળ 1996માં 13 દિવસ, 1998-99માં 13 મહિના અને 1999-2004માં 5 વર્ષ રહ્યો હતો. જો કે બાજપાઈએ પણ કાંટાળો તાજ પહેરીને ગઠબંધન સરકાર ચલાવવી પડી હતી. એકદંરે દેશમાં ગઠબંધન સરકારોનો ઈતિહાસ કોઈ પ્રોત્સાહક કે દેશના હિતમાં રહ્યો નથી. ગઠબંધન સરકારોની સૌથી મોટી સમસ્યા પાર્ટીઓનો આંતરિક ખટરાગ, અને અંગત સ્વાર્થને પ્રાધાન્ય રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?