અનાજ, ખાદ્યતેલ અને શાકભાજીના ભાવે દઝાડ્યા, ટામેટા, આદું બાદ હવે મરચા વધુ તીખા થયા


  • Published By :
  • Published Date : 2023-07-07 14:15:37

દેશમાં આસમાને પહોંચેલી મોઘવારીના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. જીવન જરૂરિયાતની તમામ ચીજોના ભાવ પહેલા કરતા બેગણા થઈ ગયા છે. અનાજ, કઠોળ, ખાદ્યતેલ, શાકભાજી, ટામેટા, આદું અને હવે મરચાના ભાવમાં રેકોર્ડ વધારો થયો છે. દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ સર્જાતા આ શાકભાજીના ભાવ વધ્યા છે. 


તમામ શાકભાજીના ભાવ આસમાને


દેશમાં તમામ શાકભાજીના ભાવમાં બેફામ વધારો થયો છે. કોબિજ, મરચા, આદુ, ટામેટા, કોથમિર,ફુલાવર, બટેટા અને ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી પણ સામાન્ય કરતાં મોંઘા થયા છે. ગાઝીપુરના એક શાકભાજી વિક્રેતા અનુસાર, વરસાદને કારણે ટામેટાંનો પુરવઠો ઓછો થયો છે. તેમણે કહ્યું કે લોકો ટામેટાં ખરીદવા પણ આવતા નથી. શાકભાજી વિક્રેતાઓએ કહ્યું કે જો તમે સારી ગુણવત્તાવાળા ટામેટાં ખરીદવા માંગતા હોવ તો તેની કિંમત 120 રૂપિયા પ્રતિ કિલો છે. તેમણે કહ્યું કે તેની કિંમતો ક્યારે ઘટશે તે ખબર નથી.


લીલા મરચા વધુ તીખા થયા


શાકભાજી માર્ટેમાં છૂટક લીલા મરચાની કિંમત રૂપિયા 80-200 સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોલકાતામાં મરચાનો ભાવ રૂપિયા 400 થઈ ગયા છે. ટમેટાના ભાવે આર્થિક સ્તર પર સ્થિતિને લાલ કર્યા બાદ હવે મરચાએ સ્વાદમાંથી તિખાશ છીનવી છે. દિલ્હીમાં ટમેટાના ભાવ રૂપિયા 100થી 150 બોલાઈ રહ્યા છે. જ્યારે NCRમાં 120થી 150 રૂપિયા સુધી ભાવ ચાલે છે. શિમલામાં ટામેટા 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આ સિવાય કેપ્સિકમ, કોળું, કોબી અને રીંગણ ઉંચા ભાવે વેચાઈ રહ્યા છે. બીજી બાજુ આદુની કિંમતમાં પણ અચાનક ભાવ વધારો થતા જથ્થાબંધમાં ભાવ ઉછળીને 240 રૂપિયા સુધી થઈ ગયો છે. જ્યારે છૂટક માર્કેટમાં એનો ભાવ 260થી 300 ચાલે છે. 


ભાવમાં હજુ વધારાની આશંકા


દેશમાં મરચાનો પાક નિષ્ફળ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સપ્લાયને અસર પહોંચી છે. સ્ટોક ઓછો અને ભાવ વધારે છે. જેથી કિંમત યુદ્ધના ધોરણે આસમાન સુધી પહોંચી છે. ચોમાસુ સીઝન હોવા છતા શાકભાજીના ભાવ ઘટવાના બદલે વધી રહ્યો છે. એ પાછળનું કારણ ખેતિમાં નુકસાની હોવાનું જાણવા મળે છે. આગામી એક અઠવાડિયા સુધી શાકભાજીની કોમોડિટીમાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નથી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...