પંચમહાલ બાદ હવે મહીસાગરમાં પણ વ્યાજબી ભાવના દુકાનદારો પર તવાઈ આવી છે. મહીસાગરમાં જિલ્લામાં વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા રેશનકાર્ડ ધારકોને ઓછું અનાજ વિતરણ કરવામાં આવતું હોવાની તથા કેટલાક દુકાનદારો દ્વારા ઓફલાઇન અનાજ વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે તપાસ કરતાં સમગ્ર જિલ્લામાં કેટલાક દુકાનદારોની ગેરરીતી પ્રકાશમાં આવી હતી. મહીસાગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાના અલગ અલગ તાલુકામા ચાર જેટલા દુકાનદારોનો પરવાના મોકૂફ.કરવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પુરવઠા તંત્રની કડક કાર્યવાહીના પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
આ 4 દુકાનદારો સામે કાર્યવાહી
(1) લુણાવાડામાં ધી નગર પંચાયત કર્મચારી ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ. શાખા-1 પર 60 દિવસનો પરવાનો મોકૂફ..
(2) બાલાસિનોર તાલુકામા કઢાયા ગામે એસ.એમ.વસાવા. નામની દુકાનનો 30 દિવસનો પરવાનો મોકૂફ..
(3) ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે કનૈયા લાલ પંડ્યાની દુકાનનો 60 દિવસ સુંધીનો પરવાનો મોકુફ..
(4) કડાણા તાલુકાના ખાત્વા ગામમાં ઇશાકભાઈ શેખ ગામનો પરવાનો 60 દિવસ મોકુફ
આ દુકાનદારો સામે કાર્યવાહી થશે?
મહીસાગર જિલ્લામાં વાજબી ભાવની દુકાનોમાં થઈ રહેલી ગેરરીતિઓ અને સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવાની પેરવીના અનુસંધાને જિલ્લાપુરવઠા શાખા દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે સ્થાનિક લોકોની માગ છે કે જવાબદારો સામે ખરેખર કાર્યવાહી થશે ખરી?. રાજ્યના અન્ય જીલ્લા મા દુકાનદારો પર પાશા હેઠળ ની કાર્યવાહી કરવામાં આવી છે તો મહીસાગર મા શું તંત્ર દ્વારા માત્ર દેખાવ કામગીરી કરવામાં આવી હોય તેવી અનેક વાયકા લોક મુખે ચર્ચાઈ રહી છે.