GPSCની પ્રાથમિક કસોટીની તારીખમાં થયો ફેરફાર, 2023ના બદલે હવે 2024માં યોજાશે આ પરીક્ષા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-01 21:04:24

GPSCના ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે, GPSCની પ્રાથમિક પરીક્ષાનું ટાઇમ ટેબલ બદલાયુ છે. તમામ પરીક્ષાની તારીખમાં ફેરફાર થયો છે, હવે આ તમામ કસોટી 2023મા નહિ પરંતુ આવતા વર્ષે એટલે 2024માં યોજાશે. પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા  3-12-2023ના બદલે હવે  7-1-2024 માં યોજાશે, એટલે કે વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં યોજાશે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024એ યોજાશે.


શા માટે પરીક્ષાની તારીખ બદલાઈ?


ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવતી ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ બદલાઈ છે. આયોગની જાહેરાત ક્રમાંક 47/2023-24, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2ની પ્રાર્થમિક કસોટી તારીખમાં ફેરફાર કરાયો  છ. પરીક્ષાની તારીખમાં થયેલા ફેરફાર પર નજર કરીએ તો આ પરીક્ષાનું આયોજન તા. 03 ડિસેમ્બર 2023ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. 27 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2023 દમિયાન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આ પ્રાર્થમિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રાથમિક કસોટી 3 ડિસેમ્બર 2023ના રોજ લેવાની હતી જે હવે 7 જાન્યુઆરી 2024માં લેવાશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?