GPSC પ્રિલિમરી પરીક્ષા મામલે હાઈકોર્ટનો મોટો ચુકાદો, પરિણામ હવે થશે રિવાઈઝ, કેટલાક ઉમેદવારો મેઈન્સમાં બેસી શકશે


  • Published By :
  • Published Date : 2023-09-20 22:29:45

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા આપનાર ઉમેદવારોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.  ગુજરાત જાહેર સેવા આયોગની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ હવે રિવાઈઝ કરવાનો હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ પરિણામને રિવાઈઝ કરવાની GPSCને ફરજ પડશે. GPSC દ્વારા ફાઈનલ આન્સર કી જાહેર કર્યા બાદ પરિણામ જાહેર કરવાનો પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના આ ચુકાદાથી વધુ કેટલાક ઉમેદવારો મેઈન્સની પરીક્ષામાં બેસી શકશે.


ઉમેદવારોના હિતમાં મોટો ચુકાદો


હોઈકોર્ટનો આ ચુકાદાથી GPSC પરીક્ષા આપતા ઉમેદવારોને મોટો ફાયદો થશે. પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ રિવાઈઝ થવાથી વધુ ઉમેદવારો મેઈન્સ પરીક્ષામાં આપી શકશે. આ સમગ્ર બાબતની ઉમેદવારોની પણ લાંબા સમયથી માંગ હતી.  


ઉમેદવારોએ કરી હતી હાઈકોર્ટમાં અરજી


હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે નેગેટિવ માર્કિંગના કારણે ઉમેદવારોના ખોટી રીતે માર્ક કપાયા હતા. એટલું જ નહીં ફાઈનલ આન્સર કીના જવાબોમાં પણ વિસંગતતા હોવાનો પણ દાવો કરાયો હતો. જે બાદ આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે અરજદારોની પ્રાથમિક રજૂઆતોને સાંભળી હતી. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...