ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીએ વર્ગ 2ની 88 જેટલી ભરતી બહાર પાડી છે. ગુજરાત જાહેર સેવા આયોગે વર્ગ 2ની ભરતીની જાહેરાત કરી છે. ગ્રેજન્યુએટ અને પોસ્ટ ગ્રેજન્યુએટની ડિગ્રી ધરાવતા અભ્યાર્થીઓ 30 જૂન સુધીમાં અરજી કરી શકશે. આ પરીક્ષાની પ્રાથમિક કસોટીમાં 300 ગુણ અને રૂબરુ મુલાકાતના 100 ગુણ રહેશે. બંનેની વાત કરીએ તો પ્રાથમિક કસોટીના 50 ટકા અને રુબરુ મુલકાતના 50 ટકા કાઢીને જે ટકા આવે તે મુજબ ગુણના આધારે વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. ટૂંકમાં બંનેના ટકાના વેઈટેજ મુજબ પસંદગી થશે.
આ ઉમેદવારોને નહીં બોલાવામાં આવે ઈન્ટરવ્યુ માટે
પ્રાથમિક કસોટીની એટલે કે પ્રીલિમ્સની વાત કરીએ તો 100 ગુણ સામાન્ય અભ્યાસના રહેશે. બાકી 200 ગુણ જે તે વિષયની પરીક્ષા હશે તેના પૂછાશે. જે જૂની સિસ્ટમ છે તે પ્રમાણે જ રહેશે. પ્રાથમિક પરીક્ષામાંથી જે ઉમેદવારને 25 ટકાથી ઓછા ગુણ આવશે તેને ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં નહીં આવે. જેને પ્રિલીમ્સમાં 25 ટકાથી વધુ ગુણ હશે તેને રૂબરુ મુલાકાત માટે બોલાવામાં આવશે.
આ વિષયોનો છે સમાવેશ
ભરતી માટે ડિગ્રીની લાયકાત, બાકીની તારીખો, પસંદગી પ્રક્રિયાની બાકીની વિગત વગેરે જીપીએસસીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. વિષયોની વાત કરીએ તો કાર્ડિયોલોજી પ્રોફેસર, આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર વર્ગ 2, ન્યૂરોલોજી પ્રોફેસર, વગેરે જેવી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ટૂંકમાં મેડિકલ અને એન્જિનિયર વિભાગની ભરતી છે. તો જેટલા પણ મિત્રો આ વિષયો માટે સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે ફરી પુસ્તકો લઈને બેસી જજો. પરીક્ષા આવી ગઈ છે. જો હજુ પણ કોઈ મુંજવણ હોય તો ફરીથી કહું છું જીપીએસસીની વેબસાઈટ પર બધુ મૂકવામાં જ આવ્યું છે ત્યાંથી જોઈ શકાશે.