GPSCની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યુઝ, વર્ષ 2023નું ભરતી કેલેન્ડર જાહેર થયું


  • Published By :
  • Published Date : 2023-01-30 20:31:56

ગુજરાત સરકારના વિવિધ વિભાગોની નોકરીમાં જોડાવા ઇચ્છુક અને તે માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આનંદના સમાચાર આવ્યા છે. સરકારી વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2 અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)એ વર્ષ 2023 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. GPSCએ આગામી મે 2023થી ડિસેમ્બર 2023 સુધીની ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર પ્રમાણે ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા પદો પર યોગ્ય ઉમેદવારોની ભરતી કરાશે. 


96 પરીક્ષાની જાહેરાત


GPSCના કેલેન્ડરમાં 96 પરીક્ષાની જાહેરાત થઈ છે જે સમયાંતરે લેવાશે, કેલેન્ડરમાં જગ્યાઓની સંખ્યા, તારીખ પ્રિલિમીનરી પરીક્ષાની તારીખો પ્રિલિમીનરી પરીક્ષાના રિઝલ્ટ સહિતની માહિતી જાહેર કરાઈ છે. આ બધી પરીક્ષાઓ એમસીક્યૂ બેઝ્ડ કે કોમ્પ્યુટર બેઝ્ડ રહેશે. દરેક મહિના પ્રમાણે ભરતીની તારીખોની વિગત આ મુજબ છે


મે મહિનો


મે માસમાં કુલ 12 પરીક્ષાનું નોટિફિકેશન આવશે. જો કે આ બાર પરીક્ષા કોઈને કોઈ વિષયને લગતી પરીક્ષા છે અને આ પરીક્ષા આપવા માટે તે વિષયની ડિગ્રી હોવી જરૂરી છે. 


જૂન મહિનો


જૂન માસમાં કુલ 14  પરીક્ષાનું નોટિફિકેશન આવશે, જેમાં ડોક્ટર વિષયક પરીક્ષાઓ વધારે છે. જૂન મહિનામાં કાર્ડિયોલોજિસ્ટ, ન્યૂરો, ગ્સ્ટ્રો, પેડિયા વગેરેની વિષયની પરીક્ષાઓ યોજાશે. 


જુલાઈ મહિનો


જુલાઈ માસમાં જીપીએસસી કુલ 19 પરીક્ષાનું નોટિફિકેશન આવશે. જેમાં સૌથી મહત્વની ગણી શકાય તેવી પરીક્ષા ડેપ્યુટી સેક્શન ઓફિસર (DYSO)ની છે. આ પદ માટે અંદાજે 150 જગ્યાઓની એક્ઝામ જુલાઈ માસમાં લેવાશે. 15 જુલાઈએ પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડશે અને 15 ઓક્ટોબરે પ્રિલિમીનરી એટલે કે પ્રાથમિક પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી માસમાં પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ આવશે. જો કે હજુ ઈન્ટરવ્યૂ ક્યારે લેવાશે કે મેઈન્સની DYSO પરીક્ષા ક્યારે લેવાશે તે નક્કી નથી. માત્ર પ્રિલિમીનરી પરીક્ષાની માહિતી અપાઈ છે અને કેટલી જગ્યા પર પરીક્ષા લેવાશે તેની માહિતી અપાઈ છે. DYSO સિવાય બીજી કાયદા અધિકારી અને ડોક્ટરી સર્વિસ માટેની પરીક્ષાઓ લેવાશે. 


ઓગસ્ટ મહિનો


ઓગસ્ટ મહિનામાં સાત પરીક્ષાના નોટિફિકેશન આવશે.આ બધી પરીક્ષા સાયન્સ સબ્જેક્ટ સાથે જોડાયેલી છે. જેમાં આ કેલેન્ડરની સૌથી મહત્વની પરીક્ષા એટલે કે GPSC ક્લાસ વન અને જીપીએસસી ક્લાસ ટુની પરીક્ષા લેવાશે. ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ બેની પણ પરીક્ષા લેવાશે. કુલ 100 જેટલી જગ્યાઓ પર 15 ઓગસ્ટના GPSC વન ટુની પ્રાથમિક પરીક્ષાની નોટિફિકેશન બહાર પડશે. 5 નવેમ્બરે આ પરીક્ષાના યોજાશે. જાન્યુઆરી 2024માં ક્લાસ વન ટુની પ્રી પરીક્ષાના પરિણામ આવશે. એન્જિનિયરિંગ ક્લાસ ટુની પરીક્ષા પણ ઓગ્સટ માસમાં જ લેવાશે. ઈન્જિનિયરિંગ ક્લાસ ટુની પરીક્ષા 100 જેટલી જગ્યાઓ પર લેવાશે. 15 ઓગસ્ટે નોટિફિકેશન બહાર પડશે અને 26 નવેમ્બરે પ્રી લેવાશે. પ્રીના રિઝલ્ટ ફેબ્રુઆરી 2024માં આવશે. 


સપ્ટેમ્બર મહિનો


સપ્ટેમ્બર મહિનામાં કુલ 13 પરીક્ષાના નોટિફિકેશન આવશે. જેમાં સાયન્સ ફિલ્ડની મહત્વની પરીક્ષાઓ લેવાશે. સપ્ટેમ્બરમાં જુનિયર સ્ટાફ ઓફીસરની 1, મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક ક્લાસ 3ની 25 જગ્યાઓ પર પરીક્ષા લેવાશે. 


ઓક્ટોબર મહિનો


ઓક્ટોબર મહિનામાં 6 પરીક્ષાના નોટિફિકેશન આવશે. જેમાં 30 જગ્યા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ ટુની પરીક્ષાનું નોટિફિકેશ આવશે. આ સિવાય નાયબ કાર્યપાલક એન્જિનિયર, ટાઉન પ્લાનર ક્લાસ વન સહિતની પરીક્ષાના નોટિફિકેશન બહાર પડશે. 


નવેમ્બર મહિનો


નવેમ્બર માસમાં સાત પરીક્ષાના નોટિફિકેશન બહાર પડશે. જેમાં ગાંધીનગર મ્યૂનિસિપાલિટી ક્લાસ ટુ અને ક્લાસ વનની પરીક્ષાઓ રહેશે. આ સિવાય નવેમ્બર માસમાં એન્જિનિયરિંગ સબ્જેક્ટ રિલેટેડ નોટિફિકેશન બહાર પડશે. 


ડિસેમ્બર મહિનો 


અને છેલ્લે ડિસેમ્બર 2023માં 12 પરીક્ષાના નોટિફિકેશન બહાર પડશે. જેમાં મોટા ભાગની પરીક્ષાઓ મેડિકલ સેક્ટર સંબંધીત છે.



રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.