ફરી એક વખત મોકૂફ રખાઈ GPSCની પરીક્ષા! જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવાવાની હતી પરીક્ષા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-06 13:00:59

ગુજરાત સરકારમાં નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યમાં ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરતી ગુજરાત જાહેર સેવા આયોગે ચાર જેટલી પ્રિલિમ પરીક્ષાઓને મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. જે પરીક્ષાઓને મોકૂફ રાખવામાં આવી છે તેમાં ઈજનેર વિભાગના વર્ગ-1,2 અને 3 ની પરીક્ષાનો સમાવેશ થાય છે. આ 4 પ્રિલિમની પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાની હતી. મોકુફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખ જીપીએસસી ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે આની પહેલા પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 

ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે નવી તારીખ 

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા આગામી જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાનાર ભૂમિ મોજણી અધિકારી વર્ગ 1 અને 2 તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક)- વર્ગ-2  અને અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ-3ની પરીક્ષા હાલ મોકુફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...