ગુજરાત જાહેર સેવા આયોગે આજે તેની બે કસોટી મોકુફ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. અનેક ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આ બાબત મોટા ઝટકા સમાન છે.
આયોગે શા માટે પરીક્ષા મોકુફ રાખી?
ગુજરાત જાહેર સેવા આયોગે તેના દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી મોકુફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક( વહીવટ/હિસાબ) સંવર્ગની પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી 2023ના દિવસે યોજાનારી ન ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ દિવસે યોજાનારી જા. ક. 15/ 2022-23 મદદનિશ ઈજનેર (સિવિલ), વર્ગ-2 તથા જા.ક.17/ 2022-23 પ્રવર વૈજ્ઞાનિક અધિકારી (ઔષધ) વર્ગ-1ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓની નવી તારીખ નક્કી થયેલી આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આયોગે સંબંધિત ઉમેદવારોને વેબસાઈટ જોતા રહેવા માટે અનુરોધ કર્યો છે.