અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. પ્રતિદિન લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવતા હોય છે. એક્સિડન્ટના એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં લોકો મોતને ભેટતા અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે અકસ્માતનો વધુ એક કિસ્સો અરવલ્લીથી સામે આવ્યો છે. જેમાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ સભ્યોના જીવ જવાથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પરિવારમાં વ્યાપી ઉઠી શોકની લાગણી
રાજ્યમાં અકસ્માતોની સંખ્યા વધી છે. દરરોજ એવા સમાચાર સામે આવતા હોય છે જેમાં અનેક લોકોના મોત થતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગોઝારા અકસ્માતની ઘટના મોડાસા હિંમતનગર હાઈવે પર બની છે. જ્યાં બુલેટ અને કાર વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના જીવ ગયા છે. જ્યારે એક બાળકની હાલત નાજૂક છે. અકસ્માતમાં માસી ભાણિયા સહિત ત્રણ લોકોના મોત થયા છે. એક સાથે પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવાર આઘાતમાં છે. પરિવારમાં માતમ છવાઈ ગયું છે. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
