સરકારી શાળાનો પ્રિન્સિપાલ બન્યો શેતાન, ચોથા ધોરણમાં ભણતી બાળકીની કરી છેડતી


  • Published By :
  • Published Date : 2023-09-23 14:52:32

આમ તો શાળા સરસ્વતીનું ધામ કહેવાય છે અને આપણને પહેલાથી જ શિખવવામાં આવે છે કે, શિક્ષકને ભગવાનના સ્થાને મૂકવા જોઈએ પરંતુ અહી શાળાના એક પ્રિન્સિપાલે શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે

મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં આવેલ સરકારી શાળામાં લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે અહીંની શાળાના પ્રિન્સિપાલે જ ચોથા ધોરણમાં ભણતી બાળકીને શારીરિક અડપલાં કર્યા છે પ્રિન્સિપાલે છોકરીને વાંચન માટે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા 


વિદ્યાર્થિનીએ વાલીને જાણ કરી હતી

બાળકીને રાત્રીના સમયે પેટમાં દુખતા બાળકીને તેના માતા પિતાને જાણ કરી હતી જેને લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ત્યારબાદ અખીય બાબતનો ખુલાસો થયો હતો અને પ્રિન્સિપાલની કરતૂત બાબતે બાળકીએ માતાપિતાને કહ્યું હતું...આ સમગ્ર બાબતે બાળકીના પિતાએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી 


પોલીસે આરોપી પ્રિન્સિપાલની ધરપકડ કરી

ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચન કરવાના બહાને પટેલ અરવિંદ કુમાર નામના શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો જોકે આ બાબતે બાળકીના વાળી દ્વારા પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી પ્રિન્સિપલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?