પોલીસ તોડકાંડ: ગુજરાત HCમાં સરકારનું સોગંદનામું, હાઈકોર્ટે લીધો ઉધડો, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-03 21:55:48

અમદાવાદ શહેરમાં બે મહિનાં પહેલા થયેલા સોલા પોલીસ તોડકાંડમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. આ સુઓમોટોની સુનાવણીમા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સુનાવણી કરી હતી અને ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આજે તોડકાંડ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે સરકારી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ માટે 1064 નંબર જાહેર કરાયો છે, જે કમ્પ્લેન સેલને મળશે. જાહેર સ્થળો પર હોર્ડિંગ્સ, નોટિસ બોર્ડ અને બેનર પર ફરિયાદ નંબર દર્શાવવા નિર્દેશ અપાયા છે. 


હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાં


જો કે ગુજરાત સરકારના આ સોગંદનામા પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યાં હતા અને કહ્યું હતું કે સરકારનું સોગંદનામુ કન્ફ્યુઝનવાળુ છે. હાઇકોર્ટે કહ્યું કે પોલીસ મદદ કે ફરિયાદ માટે આ  નહીં પણ પોલીસ સામે ફરિયાદ માટે આ નંબર પર કોલ કરો એવું લખો. હાઇકોર્ટે કહ્યું કે 1064 નંબર એ ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવવા માટેનો નંબર છે, પણ પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માટે છે એ કોઈને ખ્યાલ નથી. પોલીસ સામે ફરિયાદ નોંધાવવા કોઈ એક અલગ ડેડીકેટેડ નંબર હોવો જોઈએ. સરકારે કહ્યું કે ભ્રષ્ટાચાર રોકવા પોલીસ નહીં પણ તમામ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પગલા લઈ રહ્યાં છીએ. હાઇકોર્ટે કહ્યું કે ઓટો રિક્ષા અને ટેક્સી માટે 1064 નંબર નથી લખાયો. કોર્ટ મિત્રએ કહ્યું કે 1064 એ કમ્પલેન લાઈન હોવાથી ફરિયાદ ACBમાં જશે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબ રાજ્યમાં 2 કમ્પ્લેન કમિટી હોવી જોઈએ. 1064 નંબર સાથે કમ્પલેન કમિટીને લિંક કરી શકાય છે.


સરકારને લગાવી ફટકાર


ગુજરાત હાઇકોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે કલેક્ટર અને પોલીસ કમિશ્નરની ઓફિસમાં જવુ એ સામાન્ય લોકો માટે સ્વપ્ન સમાન છે. સામાન્ય લોકો સરકારી ઓફિસની બહાર પણ ઉભા રહી શકતા નથી એવામાં એ લોકોને અંદર પ્રવેશ કેવી રીતે મળશે, તમારા પોલીસ કમિશ્નર અને કલેક્ટર ભગવાન હોય એ રીતે વર્તી રહ્યાં છે, અમને વધુ બોલવા માટે મજબૂર ન કરશો. ચીફ જસ્ટિસે કહ્યું કે લોકોને ફરિયાદ માટે કેમ જવું, ક્યાં જવું અને કોને મળવું  એ વાત સ્પષ્ટ કરો. એક વાત સ્પષ્ટ છે કે તમારે કોર્ટના નિર્દેશો લાગુ કરવા પડશે.


શું છે સોલા પોલીસ તોડકાંડ?


અમદાવાદ એરપોર્ટથી બોપલ જઈ રહેલ એક દંપતી પર કેસ કરવાની ધમકી આપી તેની પાસે કેસ ન કરવા પૈસાની માંગણી કરી હતી. જે બાદ પૈસા આપવાનું નક્કી થતા પોલીસ યુવકને ગાડીમાં બેસાડી એટીએમ પાસે લઈ જતા યુવકે રૂપિયા 60 ઉપાડતા પોલીસ દ્વારા યુવક પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ આ પોલીસકર્મીઓની લૂંટનો ભાગ બનનારા બોપલના વેપારી મિલન કેલાએ ફરિયાદ કરતા સોલા પોલીસે ટ્રાફીકનાં 3 પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તોડ કાંડમાં સોલા પોલીસે 3 આરોપીઓ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી. ટ્રાફિક એ ડિવિઝનમાં ફરજ બજાવતા ASI મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરી અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે બાદમાં આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા હતો. ત્યાર બાદ આજે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?