દિવાળી વખતે કર્મચારીઓને ભેટ મળતી હોય છે. બોનસ મળતું હોય છે. ત્યારે ગુજરાત સરકારે પણ કર્મચારીઓની દિવાળી સુધારી છે. અનેક કર્મચારીઓના પગાર ભથ્થામાં સરકારે વધારો કર્યો છે. દિવાળી પહેલા જેલ ખાતાના કર્મચારીઓને ગુજરાત સરકારે ભેટ આપી છે. જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના પગાર ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેલ કર્મચારીના ભથ્થામાં 3500થી 5000 સુધીનો વધારો કર્યો છે. અનેક કર્મયોગીને સરકારે દિવાળી પહેલા ભેટ આપી છે અને ભેટને કારણે તિજોરી પર 13.22 કરોડનું ભારણ વધશે!
આ નિર્ણયથી સરકારની તિજોરી પર પડશે આટલા કરોડનું ભારણ
થોડા સમય પહેલા એસટી વિભાગના કર્મચારીઓના હીતમાં સરકારે નિર્ણય લીધો હતો. ફિક્સ-પે કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો ત્યારે હવે દિવાળી પહેલા જેલ વિભાગમાં કામ કરતા કર્મચારીની દિવાળી સરકારે સુધારી છે. ગુજરાત સરકારે 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે. જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતરના ભથ્થામાં 3500થી 5000 રુપિયાનો વધારો કરાયો કર્યો છે. તે ઉપરાંત ફિક્સ-પગારના જેલ સહાયકોને હવે 3500 રૂપિયા, સિપાઈને 4000 રુપિયા, હવલદારને 4500 રુપિયા જ્યારે સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું ચૂકવવામા આવશે.
અનેક વખત આ અંગે કરાઈ છે રજૂઆત
તે ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા 150 રુપિયામાં વધારો કરીને રજા પેટે 665 રુપિયા ચૂકવવામાં આવશે. તે ઉપરાંત જેલ સિપાઈ હવલદાર સુબેદારને મળતા 25ના વોશિંગ એલાઉન્સમાં વધારો કરી 500 રુપિયા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મહત્વનું છે કે આ અંગે અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રીતે રજૂઆત કરી હતી ત્યારે હવે તેમની વાતને સ્વીકારવામાં આવી છે.