આનંદો! GSRTCના ફિક્સ-પે કર્મીઓને સરકારે આપી દિવાળીની ભેટ, પગાર વધી જશે, આંદોલન સમેટાયું


  • Published By :
  • Published Date : 2023-11-07 15:34:21

ગુજરાતના એસટી નિગમના (GSRTC) કર્મચારીઓ તેમની પડતર માંગણીઓને લઈને ધરણા-પ્રદર્શનો કરી રહ્યા હતા. એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું  હતું. જો કે આજે ગુજરાત સરકાર અને એસટી નિગમ કર્મીઓના સંગઠનોના પ્રતિનિધીઓ વચ્ચે થયેલી બેઠકમાં સરકાર તરફથી મળેલી હૈયાધારણા બાદ ત્રણેય સંગઠનોને આંદોલન સમેટવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે અમુક માંગણીઓ પુર્ણ કરવાની હૈયા ધારણા આપી હતી પરંતુ એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા તેઓ વિરોધ કરી રહ્યાં હતા જે બાદ એસટી નિગમના કર્મચારી મંડળે આ ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સરકાર સાથે બેઠક કરી હતી.


પગાર વધીને 26 હજાર થઈ જશે


ST નિગમના કર્મચારી મંડળ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આજે ગાંધીનગરમાં બેઠક મળી હતી. આજે સવારે 11 થી 12 વાગ્યા સુધી એસટી નિગમના કર્મચારી મંડળે ફિક્સ પેના કર્મચારીઓને સાથે રાખીને સચિવાલય ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં આવતી 30 તારીખ સુધીમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અમલવારી કરવામાં આવશે જેનાથી ફિક્સ પેના કર્મચારી જેનો હાલ 19 હજાર પગાર છે તે 25 થી 26 હજાર થઈ જશે. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પરિપત્ર જાહેર થયો નથી પરંતુ આગામી સમયમાં તેની જાહેરાત થશે.


કર્મચારીઓએ માસ CLની આપી હતી ચીમકી


એસટી નિગમના ત્રણેય માન્ય સંગઠનો પોતાના પડતર પ્રશ્નોને લઈને રચનાત્મક વિરોધ પર ઉતરવાના હતા અને ગત તા. 3-11થી નિગમના કર્મચારીઓ માસ CL પર ઉતરી વિવિધ વિરોધ કાર્યક્રમો આપવાના હતા પરંતુ નિગમના કર્મચારી મંડળની સરકાર સાથેની બેઠક બાદ આ આંદોલન મોકૂફ રહ્યું હતું અને તે પછી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ મેદાને ઉતર્યાં જેઓની આજે રજૂઆત સાંભળી છે અને સરકાર આ મામલે 30મી નવેમ્બર સુધીમાં નિર્ણય લેશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?