OPSનો તણખો ટૂંક સમયમાં જ થશે ભડકો


  • Published By :
  • Published Date : 2022-12-27 12:54:30

STORY BY- SAMIR PARMAR


ગુજરાત સરકારમાં કામ કરતા તમામ કર્મચારી સોશિયલ મીડિયામાં જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવાની માગણીનું ડીપી લગાવીને વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત કર્મચારીઓ નવી પેન્શન સ્કિમનો વિરોધ નોંધાવી રહ્યા છે. સમય મુજબ નવી પેન્શન સ્કીમમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા હતા, જેનાથી સરકારી કર્મચારીઓ નારાજ છે. આથી ગુજરાતના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે વિરોધ કરી રહ્યા છે. 


કેવી રીતે આકાર લેશે આખું આંદોલન?

જમાવટ મીડિયાએ જ્યારે સરકારી સૂત્રને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત આંદોલન કરવામાં આવશે. ગુજરાતના તમામ જિલ્લાના કર્મચારીઓ જિલ્લા ખાતે આવેદન પત્રો આપી આંદોલન વિશે જાણકારી આપશે. 15 સપ્ટેમ્બર બાદ કર્મચારીઓ માસ CL એટલે કે તમામ કર્મચારીઓ રજા પર ઉતરી જશે, જ્યારે 18 સપ્ટેમ્બર પછી પેનડાઉન કરવાનું આયોજન ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાનું છે. પેનડાઉન બાદ સરકારી કર્મચારીઓ કોઈ પણ પ્રકારના સરકારી કામમાં સહયોગ નહીં આપે. 20 સપ્ટેમ્બર બાદ તમામ સરકારી કર્મચારી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરવાની યોજના બનાવી રહ્યું છે. આ મોરચા અંતર્ગત સરકારી કર્મચારી સહિત સરકારના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી પણ આવી સામેલ થઈ જાય છે.  




OPS એટલે શું?

ભારત સરકારે 2004માં ઠરાવ કરી પેન્શન સ્કીમ બંધ કરી હતી. જે અંતર્ગત 2006થી સરકારી કર્મચારીનું પેન્શન બંધ થયું હતું. સરકારી કર્મચારીનું મોત થતાં તેના પત્ની/પતિને મળતું પેન્શન પણ બંધ થયું હતું. નવી પેન્શન સ્કીમમાં પેન્શન નહીં હોવાના કારણે તમામ કર્મચારીઓ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા માટે સરકાર સામે મોરચો માંડ્યો છે.


શું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની માગ?

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની માગ છે કે નવી સ્કીમ કાઢી જૂની પેન્શન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવે. અત્યારે સાતમું પગાર પંચ લાગુ હોવા છતાં સરકારી કર્મચારીને છઠ્ઠા પગાર પંચ મુજબ ભથ્થા મળે છે, તે બંધ કરી સાતમા પગાર પંચ મુજબ ભથ્થા આપવા માગ કરવામાં આવી રહી છે. સરકારી કર્મચારીઓનું કહેવું છે કે ત્યારની મોંઘવારી અને અત્યારની મોંઘવારીમાં જમીન આસમાનનો તફાવત છે. અત્યારની મોંઘવારી વધારે હોવાના કારણે ઓછા પગારમાં ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ઉદાહરણ તરીકે સ્ટેટ ટેક્સ ઈન્સપેક્ટરનું ભથ્થું છઠ્ઠા પગાર પંચ મુજબ જો 38000 હોય તો સાતમા પગાર પંચ મુજબ ભથ્થું આપવામાં આવે તો તેમના પગારમાં 10થી 12 હજાર રૂપિયાનો વધારો થઈ જશે. માગણી મુજબ રિટાયર થવાની ઉંમર 58 છે તે વધારી 60 કરવામાં આવે તેવો પણ મુદ્દો આંદોલનમાં સામેલ છે. આ સિવાયના તેમના ઘણા નાના મુદ્દાઓ પણ છે પરંતુ મુખ્ય મુદ્દો જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાનો છે. 


ટૂંક સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી પહેલા જ સરકારી કર્મચારી માગણીઓ સાથે વિરોધ નોંધાવે છે. સરકારને મતોની જરૂર હોવાના કારણે સામાન્ય રીતે સરકાર માગણી સ્વિકારતી હોય છે. આથી સરકારી કર્મચારીઓ ચૂંટણી પહેલા પોતાની માગણી સાથે મેદાને ઉતરતા હોય છે. તમામ સરકારી અને બિનસરકારી લોકોના માગ સ્વિકારવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકારે પાંચ મંત્રીની સમિતી બનાવી છે. આ સમિતીએ ઘણા લોકોની માગણી સ્વિકારી છે. જ્યારે ટૂંક સમયમાં સફાઈ કર્મચારી મંડળ પણ વિરોધ નોંધાવા જઈ રહ્યું છે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.