અદાણી પાવર પાસેથી ઊંચા ભાવે વીજ ખરીદી મુદ્દે સરકાર ફસાઈ, વિધાનસભામાં કર્યો લૂલો બચાવ


  • Published By :
  • Published Date : 2024-02-06 20:01:19

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ચોથા દિવસે વિપક્ષના ધારાસભ્યોએ ઉર્જા અને પેટ્રોકેમિકલ સહિતના મુદ્દાઓ પર સવાલો કર્યો હતા. આ સાથે જ વિધાનસભામાં અદાણી પાસેથી વીજળી ખરીદવા મુદ્દે પણ વિપક્ષે સવાલ કર્યા હતા. જો કે આ સવાલ પર સરકારે સંતોષકારક જવાબ ન આપતા વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યુ હતું. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકાર પર ફક્ત અદાણીને જ નફો કરાવવાનો રસ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્ચું હતું કે, ડબલ એન્જિન સરકારમાં માનીતાઓને ડબલ ફાયદો કરાવવાની નીતિથી આ સરકાર કામ કરી રહી છે. 


અમિત ચાવડાએ કર્યા આ સવાલ


ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને નિશાન બનાવીને આકરા સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે અદાણીને 8,265 રૂપિયા વધુ આપીને સરકાર દ્વારા વીજળી ખરીદી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કોઈ એ એક રૂપિયો આપવાનો હોય ત્યારે સરકાર ધક્કા ખવડાવે છે, અદાણી પાવરમાં જાણે ખેરાત કરતા હોય એમ વર્તન કરે છે. ડબલ એન્જીન સરકારમાં અદાણી ને ડબલ ભાવ અપવામાં આવે છે. 25 વર્ષનો કરાર છે, હજુ 8 વર્ષ બાકી છે ત્યારે કરારની સમીક્ષા કરવી જોઈએ.


અમિત ચાવડાએ કહ્યુ, સરકારે અદાણી સાથે રૂ. 2.89 અને 2.35 પ્રતિ યુનિટ વીજળી ખરીદવાના કરાર કર્યા છે. જેની સામે સરકારે વર્ષ 2022માં સરેરાશ યુનિટ દીઠ રૂ. 7.185 રૂપિયા ચૂકવી 610 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. વર્ષ 2023માં સરેરાશ યુનિટ દીઠ રૂ. 5.33 રૂપિયા ચૂકવી 7425 મિલિયન યુનિટ વીજળી ખરીદી છે. સરકારે વીજળી ખરીદવામાં 2022 અદાણીને રૂપિયા 4315 કરોડ વધુ ચૂકવ્યા છે. વર્ષ 2023માં સરકારે અદાણીને રૂપિયા 3950 કરોડ વધુ ચૂકવ્યા છે. સરકારે વીજળી બદલ અદાણીને છેલ્લા 2 વર્ષમાં રૂ. 8265 કરો રૂપિયા વધુ ચૂકવ્યા છે. એટલે કે જે કરારમાં નક્કી કરેલી રકમ હતી તેના કરતા બેથી ત્રણ ગણા ભાવ આપીને સરકાર અદાણી પાવર પાસે વીજળી ખરીદી છે. 2022માં 6110 મિલીયન વીજળી 2023ના વર્ષમાં 7425 મિલિયન વીજળી ખરીદવામાં આવી છે.


મંત્રી કનુ દેસાઈએ સરકારના નિર્ણયનો કર્યો બચાવ


વિપક્ષ  કોંગ્રેસના આરોપોનો સામે સરકારના નિર્ણયનો બચાવ કરતા વીજ મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં સરકાર તરફથી જવાબ રજૂ કર્યો હતો.તેમણે જણાવ્યુ હતુ કે ઈન્ડોનેશિયામાં કોલસો મોંઘો થયો છે.જેથી કોલસો વેચવાનું બંધ કર્યું છે. હાલ કોલસાનો ભાવ 125 રૂપિયા છે, હાલ ઓછા ભાવે વિજળી ખરીદીએ છે. વિજળીની માગ ત્રણ ઘણી વધી છે. વર્ષ 2024માં 24 હજાર મેગાવોટ વીજળીની માગ છે. હાલ ખેડૂતોને સમયસર કનેક્શન મળે છે, 3થી 6 માસ વેઈટિંગ છે. જેતે સમયે આયાત કોલસા આધારીત પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા. વીજ કટોકટી ન સર્જાય સતત વીજળી મળે માટે પાવર એક્સચેન્જમાંથી વિજળી ખરીદી છે. ઓક્ટબર 21 થી 100 ટનનો કરાર સરકારે કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?