કુસ્તીબાજોના 'દંગલ' બાદ સરકાર એક્શનમાં, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને કર્યું સસ્પેન્ડ, સંજય સિંહ ઘરભેગા


  • Published By :
  • Published Date : 2023-12-24 12:35:47

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ને કેન્દ્ર સરકારે સસ્પેન્ડ કરી દીધું છે. રમતગમત મંત્રાલયે WFIની આખી નવી ચૂંટાયેલી બોડીને સસ્પેન્ડ કરી દીધી છે. એટલું જ નહીં, સરકારે ભારતીય કુસ્તી સંઘના નવા પ્રમુખના તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી છે. સરકારે સંજય સિંહ માન્યતા રદ કરી દેતા હવે સંજય સિંહ WFIના અધ્યક્ષ રહેશે નહીં. તાજેતરમાં WFIની ચૂંટણી જીતેલા સંજય સિંહને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.



સંજય સિંહની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની ઘણી બાકી રહેલી ચૂંટણીઓમાં ગુરુવારે સંજય સિંહ પ્રમુખ પદ પર આસાનીથી જીત નોંધાવવામાં સફળ રહ્યા હતા. તેમણે કોમનવેલ્થ ગેમ્સની ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અનિતા શિયોરાનને હરાવી હતી. તેમની પેનલે 15માંથી 13 પોસ્ટ જીતી હતી. ચૂંટણી પરિણામોએ વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને નિરાશ થયા અને ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિકે રમતમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.


કુસ્તીબાજોએ નારાજગી વ્યક્ત કરી હતી


ખેલ મંત્રાલયે એવા સમયે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જ્યારે બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજો નારાજ છે. કુસ્તીબાજ બ્રિજભૂષણ સિંહના નજીકના લોકો સંજય સિંહની જીતથી નારાજ છે અને સતત કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. ટોક્યો ઓલિમ્પિક્સના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ બનવાના વિરોધમાં શુક્રવારે પોતાનો પદ્મશ્રી પુરસ્કાર પરત કરવાનો નિર્ણય લીધો હતો. આના એક દિવસ પહેલા સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?