નિવૃત જજ અબ્દુલ નઝીરને રાજ્યપાલ બનાવાતા હોબાળો મચ્યો, કોંગ્રેસ અને AIMIMએ કર્યો વિરોધ


  • Published By :
  • Published Date : 2023-02-12 18:37:47

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ આવ્યું નથી. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રથા માની શકાય નહીં.


કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ


નૈતિકતાનો સવાલ છે, વિપક્ષ બંધારણનું સમર્થન નથી કરતું રાશિદ અલ્વીનું કહેવું છે કે જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક રિપોર્ટ અનુસાર, 50 ટકા રિટાયર્ડ જજ સુપ્રીમ કોર્ટના છે, ક્યાંકને ક્યાંક સરકાર તેમને અન્ય પોસ્ટ પર મોકલી દે છે, જેના કારણે લોકોનો ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગોઈને હમણા જ રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા અને હવે તમે જસ્ટિસ નઝીરને રાજ્યપાલ બનાવ્યા છે. રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સરકારના દબાણમાં થયું છે. જસ્ટિસ ગોગોઈની નિમણૂક બાદ જસ્ટિસ નઝીરની ગવર્નર તરીકે નિમણૂક તેમની શંકાને વધુ મજબૂત કરે છે. આ દલીલો સાથે અભિષેક મનુ સિંઘવીએ પણ આ વલણને ખોટું ગણાવ્યું છે. તેની બાજુમાંથી અરુણ જેટલીના જૂના નિવેદનના આધારે સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. તેમણે સ્વ. અરૂણ જેટલીને યાદ કરીને કહ્યું કે તેમણે પણ એ સમયે કહ્યું હતું કે પ્રી ટિટાયરમેન્ટ જજમેન્ટ જે હોય છે, તે પોસ્ટ રિટાયરમેન્ટ જોબ્સથી પ્રભાવિત રહી શકે છે. વળી આ બાબત સૈધ્ધાંતિકરૂપે પણ ખોટી છે.


AIMIM નેતાએ પણ વાંધો ઉઠાવ્યો


AIMIM નેતા વારિસ પઠાણે પણ નઝીરને રાજ્યપાલ બનાવવાના સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે જે ન્યાયાધીશોઓએ રામ મંદિરને લઈ ચુકાદો આપ્યો હતો.  તેમને ત્યાર બાદ સારા પદ મળ્યા છે. પછી તે રંજન ગોગોઈ હોય કે અશોક ભૂષણ, અશોક ભૂષણને પણ NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.   



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..