રાજ્યમાં અપ્રમાણસરની સંપત્તિ કેસમાં 51 અધિકારીઓ સામે તપાસના આદેશ, ભ્રષ્ટ કર્મચારીઓ સામે ACB કરશે કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-05-24 21:45:22

રાજ્ય સરકારે ભ્રષ્ટ અધિકારીઓ સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. સરકારે વિવિધ વિભાગોના 51 અધિકારીઓ સામે સરકારે અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપ્યા છે. સરકારી વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે રાજ્ય સરકારે કડક નીતિ અપનાવી છે. ACBએ આધુનિક ઉપકરણોના ઉપયોગથી લાંચીયા કર્મચારીઓને પકડવા તેમજ ભ્રષ્ટાચારમાંથી વસાવેલ મિલકતો શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરી છે. ભાવનગર ડમીકાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 અધિકારી કર્મચારી સામે પણ અપ્રમાણ સર મિલકતની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

ACBએ આપ્યો તપાસનો આદેશ


રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ACB દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત 35 અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર અને જંગમ મિલકત વસાવી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતાં આ તમામ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ એસીબી દ્વારા આપવામાં આવ્યાં છે.


કયા વિભાગોના અધિકારીઓની સામે થશે તપાસ?


રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નર્મદા અને જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતના તપાસના આદેશો આપ્યાં છે. આ વિભાગોમાં વર્ગ-1ના 4, વર્ગ-2ના 12, વર્ગ-3ના 19 કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે.


ડમીકાંડના 16 અધિકારીઓ સામે પણ તપાસ


ભાવનગર જિલ્લામાં ઉજાગર થયેલ ડમીકાંડના કૌભાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગ અને વર્ગના કુલ 16 અધિકારી અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર અને જંગમ મિલકત વસાવેલ હોવાની પુરી સંભાવનાઓ રહેલ હોવાથી તેમની સામે પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...