Rajkotમાં સરકારી દવાઓ વેચાતી હતી બારોબાર! જાણો કેવી રીતે સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ, જો સરકારી અધિકારી સરપ્રાઈઝ વીઝિટ કરે તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-10 16:55:46

ગુજરાતમાં અનેક પ્રકારના કૌભાંડ બહાર આવે જો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ જમીન પર ઉતરીને તેમના નીચેના કાર્યાલયોમાં કે કોઈ ચોક્કસ જગ્યા પર જઈને તપાસ કરે તો. રાજકોટમાં પણ એવો બનાવ સામે આવ્યો છે. પહેલા ગુજરાતમાં સરકારી અનાજના જથ્થા પકડાતા હતા પણ હવે તો ગુજરાતમાં સરકારી દવાનું કૌભાંડ ઝડપાયું છે. દવા કૌભાંડ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં જ્યારે ગાંધીનગરની સરકારી ટીમે જમીન પર ઉતરીને કંપનીમાં છાપા માર્યા તો સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

 રાજકોટ: સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ થયાનું સામે આવ્યુ છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો છે. સરકારી દવાઓ પર ભાવના સ્ટિકર લગાવીને બારોબાર વેચાતા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ શંકાસ્પદ કૌભાંડ અંગેની તપાસ કરવા માટે ગાંધીનગરની ટીમ રાજકોટમાં પહોંચી.

સરકારી દવા પર લાગતા હતા ભાવના સ્ટિકર

સારા આરોગ્યની સુવિધા મેળવવી દરેક નાગરિકનો અધિકાર છે. સારી સારવાર મેળવવી પણ દરેકનો અધિકાર છે. પરંતુ આજકાલ તો દવાઓમાં પણ કૌભાંડ સામે આવી રહ્યા છે. ગાંધીનગરની આરોગ્ય વિભાગની ટીમ રાજકોટના GMSCLના ગોડાઉનમાં પહોંચી હતી તો તેમને દવાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો. આ ગોડાઉનમાં સરકારી દવાઓ પર કિંમતોના સ્ટિકર લગાવીને બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું . રાજકોટમાં GMSCLના સૌરાષ્ટ્ર ઝોનના વેરહાઉસમાં સરકારી દવા પર બહારની કંપનીના સ્ટિકર લગાવામાં આવી રહ્યા હતા અને પછી તેને બજારમાં વેચવામાં આવી રહ્યા હતા.. 



જ્યારે સ્ટોક ચોપડે ચઢી જાય તે બાદ સ્ટિકર ઉખાડી દેવાતા અને પછી...

આ કૌભાંડ કેવી રીતે ચાલતું હતું તેની વાત કરીએ તો દવાઓ પર સ્ટિકર ચોપડવામાં આવતું હતું પછી જેવો સ્ટોક લેખિતમાં ચોપડે ચડી જાય તો આ સ્ટિકરને ઉખાડી નાખવામાં આવતા હતા અને સ્ટોકને બહાર બજારમાં વેચી દેવામાં આવતો હતો. આ લોકો રાજકોટના વેરહાઉસમાં ખાનગી કંપનીની દવાઓમાં સ્ટિકર મારી એજન્સીને પેનલ્ટીથી બચાવતા હતા અને જ્યારે સ્ટોક ચોપડે ચડી જતો હતો ત્યારે એ જ સ્ટિકર બહાર ઉખેડીને વેચી દેતા હતા. ગાંધીનગરની ટીમે ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરાને પકડી લીધો છે. પ્રતિક રાણપરા પોતાના કર્મચારીઓ સાથે મળીને સરકારી દવા ખાનગી કંપનીમાં વેચી મારતો હતો. GMSCL એટલે ગુજરાત રાજ્યના સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્ર બધા માટે દવા અને મેડિકલના સાધનો લેવાનું કામ કરે છે. સરકારી દવાખાનામાં અને આરોગ્ય કેન્દ્રમાં GMSCL જ આ તમામ સામગ્રીઓ પહોંચાડતું હોય છે. 


દવાનો ઉપયોગ માત્ર ગુજરાત સરકારના દવાખાનામાં થાય!

આ દવાઓમાં સરકારનું સૂચન હોય છે કે તેના પર કોઈ પણ પ્રકારની દવાની કિંમત ન લખવામાં આવે. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ફાર્મા કંપનીને લેબલ પર લખવાનું હોય છે કે આ દવાનો ઉપયોગ ખાલી ગુજરાત સરકારના ઉપયોગ માટે જ છે. અને તેને ગુજરાત સરકારના દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો તેને બહાર વેચવામાં આવે છે અને એ પણ પાછા કિંમત વસૂલીને તો તે ગુનો બને છે. અને આ જ પ્રકારનું કાંડ અહીં ગુજરાત આરોગ્ય વિભાગની ટીમે પકડી પાડ્યું છે. કૌભાંડીઓમાં હાલ પ્રતિક રાણપરા જ હાજર છે બાકી તેના કૌભાંડી સહકર્મીઓ ઈન્દ્રજિત સિંહ સોલંકી અને અજય પરમાર ગોડાઉન પર જોવા નહોતા મળ્યા. આ ત્રણેય મળીને આ કૌભાંડ ચલાવી રહ્યા હતા તેવી પણ આશંકાઓ લાગી રહી છે. જો કે બાકીની માહિતી તો તપાસ થશે ત્યાર બાદ જ સામે આવશે. ગાંધીનગરથી કર્મચારીઓ આવ્યા છે તે તપાસ કરી રહ્યા છે કે આ ગોડાઉનમાં કેટલો જથ્થો આવતો હતો અને ક્યાં ક્યાં એ જથ્થો જતો હતો. 


ગોડાઉનમાં પડેલા જથ્થાને કરાયો ફ્રિઝ

પ્રતિક રાણપરા GMSCLનો મેનેજર છે. તેનું કહેવું છે કે અહીં કૌભાંડ ચાલી રહ્યું છે તે વાત સદંતર ખોટી છે. કોઈ તેમને ખોટી રીતે ફસાવી રહ્યા છે તેવું પ્રતિક રાણપરાનું માનવું છે. જો કે તેની સામે જે મજૂર આ બધુ કામ કરતા હતા તેણે કહ્યું હતું કે આ સ્ટિકર લગાવાનું અને ઉખાડવાનું કામ છે તેમાં તેમને રૂપિયા મળતા હતા આ કામના તેમને 500થી અઢીસો રૂપિયા આપવામાં આવતા હતા. હાલ તો કંપની પર જેટલો માલ આવે છે તેના પર ફ્રિઝ લગાવી દેવામાં આવ્યો છે અને કંપનીમાં કોઈ પણ પ્રકારનો માલ નહીં આવે. 


રાજકોટની જેમ રાજ્યના બીજા જિલ્લાઓમાંથી પણ આવી શકે છે કૌભાંડ  

આ દરમિયાન ગાંધીનગરથી આવેલી ટીમ જોશે કે કેટલા રૂપિયાનું કૌભાંડ અત્યાર સુધીમાં થયું છે અને કેવી રીતે કઈ કઈ કંપનીમાં દવા લેવામાં આવતી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કરોડોનો કૌભાંડ રાજકોટથી બહાર આવી શકે છે. અને શક્યતાઓ એવી પણ છે કે જો રાજકોટમાં આવું કૌભાંડ ચાલતું હોય તો બીજે પણ આવા કૌભાંડ ચાલતા હોઈ શકે છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?