રાજ્યમાં સરકારી માલિકીની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા બાદ સરકારી હોસ્પિટલમાં સેવા આપતા નથી. આ અંગે સરકારે વિધાનસભામાં વિગતે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ દોઠ વર્ષ સુધી રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ કે સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે.
કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા સવાલ
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્ય દ્વારા રાજ્યમાં બોન્ડ મેળવ્યા બાદ કેટલા ડોક્ટર હાજર ન થયા. હાજર ન થનાર ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી અને બોન્ડ પેટે કેટલી રકમ વસૂલ કરવામાં આવી? તે અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ડિગ્રી મેળવ્યા બાદ જે ડોક્ટરો સેવા આપવા ન માંગતા હોય તેવા તબીબો માટે રાજ્ય સરકારે બોન્ડની જોગવાઈ કરી છે. જે ડોક્ટર સેવા ન આપે અથવા બોન્ડ લીધા બાદ હાજર ન થાય તેની પાસેથી દંડ પેટે બોન્ડની રકમ વસૂલવામાં આવે છે.
સરકારે આપ્યો આ જવાબ
રાજ્યના આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલમાં સરકારી કોલેજમાં એમબીબીએસ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિમણૂક આપેલી હોય અને હાજર ન થયાં હોય તેવા 359 ડોક્ટર પાસેથી 18.25 કરોડની વસૂલાત કરવાની બાકી છે. બોન્ડ લીધા બાદ હાજર ન થયા હોય તેવા ડોક્ટરો પાસેથી 139 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. બોન્ડના પૈસા ચૂકવે ત્યાર બાદ જ સર્ટીફીકેટ આપવામાં આવે છે. MBBSના 20 લાખ, પીજી 40, એસએસ માટે 50 લાખ બોન્ડની રકમ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સરકારે નવી નિતી બનાવવાની કરી માગ
સરકારી કોલેજોમાં અભ્યાસ પૂર્ણ કરી સરકારી મેડિકલ કોલેજોમાં સેવા ન આપતા હોય તેવા ડોક્ટરો અંગે નવી નિતી બનાવવાની કોંગ્રેસ પાર્ટીએ માગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી હોય તેવા મોટા ભાગના ડોક્ટર ફરજ પર હાજર થતાં નથી. સરકાર માત્ર બોન્ડની રકમ વસૂલીને સંતોષ માને છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો ઉપલબ્ધ કરાવવા માટે સર્વગ્રાહી નીતી બનાવવી જોઈએ.