સરકારની પહેલ! યોજના 'પ્રેરણા' અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ કરશેએ શાળામાં અભ્યાસ જ્યાં પીએમ મોદી ભણ્યા હતા! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 16:51:47

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળામાં દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કર્યું હતું. ત્યારે દેશભરમાંથી ગણતરીના બાળકોને આ શાળાની મુલાકાતે લઈ જવામાં આવશે અને તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. જે શાળામાં પીએમ મોદી ભણ્યા હતા તે શાળામાં દેશના બાળકો પણ શિક્ષણ મેળવશે તેવું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.  પ્રેરણા નામના કાર્યક્રમ અંતર્ગત બાળકોને શિક્ષણ અપાશે. 


વડનગરની શાળામાં વિદ્યાર્થીઓને અપાશે ટ્રેનિંગ!

દેશના વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં અનેક વખત વડનગરનો ઉલ્લેખ કરતા હોય છે. વડનગરમાં આવેલી શાળામાં તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર દેશભરમાંથી ગણતરીના બાળકોને એ શાળામાં ટ્રેનિંગ આપવામાં આવશે જે શાળામાં પીએમ મોદીએ અભ્યાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર ભારતના દરેક જિલ્લામાંથી બે બાળકોને એક અઠવાડિયાના અભ્યાસના ભાગરૂપે વડનગરની શાળામાં મોકલવામાં આવશે.  


'પ્રેરણા' યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને અપાશે તાલીમ!

આ મુદ્દે એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું કે 19મી સદીના અંતમાં આવેલી શાળા, જે 2018 સુધી કાર્યરત હતી, તેને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વડનગર માટે મેગા પુનઃવિકાસ યોજનાના ભાગરૂપે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સરકારે 6 જૂને જાહેરાત કરી હતી કે શાળા અને યોજનાને 'પ્રેરણા' નામ આપવામાં આવ્યું છે. 30 વિદ્યાર્થીઓની બેચ હશે જેમને એક સપ્તાહ સુધી શાળામાં તાલીમ આપવામાં આવશે. તેમનો સમગ્ર ખર્ચ સાંસ્કૃતિક મંત્રાલય ઉઠાવશે. આ બેચની તાલીમ આ વર્ષ પહેલા શરૂ થઈ જશે તેવી અપેક્ષા છે.


તાલીમમાં શું થશે?

અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમમાં અભ્યાસ કરતાં અનુભવ પર વધુ ધ્યાન આપવામાં આવશે. તાલીમ દરમિયાન હિંમત અને કરુણા જેવા જીવન ગુણો વાસ્તવિક જીવનના હીરોની વાર્તાઓ દ્વારા સમજાવવામાં આવશે. મહત્વનું છે કે આ સ્કૂલ વર્ષ 1888માં શરૂ થઈ હતી અને સ્કૂલનું નામ વડનગર કુમાર શાળા નંબર-1 હતું. 2018માં આ સ્કૂલનું રિનોવેશન કરાવ્યા બાદ સ્કૂલને ફરી શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શાળાનું સમારકામ આર્કિયોલોજીક સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે આ શાળામાં બાળકોને તાલીમ આપવામાં આવશે.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?